વરણી:ભાવનગર જિલ્લા સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણીમાં દિપક માલાણીની બિનહરીફ વરણી

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ તથા તાલુકા સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું

ભાવનગર જિલ્લાની સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ અમરેલી જિલ્લાના સહકારી આગેવાન દિપક માલાણીની બિનહરીફ વરણી કરવામાં આવતા સાવરકુંડલા એપીએમસી અને તાલુકા સહકારી સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અમરેલીના સાવરકુંડલા સહિત 88 શાખા ધરાવતી બેંકની ખેતી વિષયક સહકારી મંડળીઓમાં "ક" વિભાગની 13 બેઠક માંથી સાવરકુંડલા એ.પી.એમ.સીના ચેરમેન તથા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી અને અમરેલી જિલ્લાના સહકારી અને ખેડૂત આગેવાન દિપક માલાણી બિનહરીફ થતા આજે સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે એ.પી.એમ.સી.સાવરકુંડલાના બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા તાલુકા સહકારી સંઘ દ્વારા દિ૫ક માલાણીને ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સહકારી શેત્રના કાર્યકરો અને હોદેદારો ભાજપના કાર્યકરો મોટી સંખ્યામા APMC ખાતે પોહચીયા હતા બીજી તરફ કોંગ્રેસ પક્ષ માંથી બીજેપીમા આવેલા દિપક માલાણી નુ ફરી કદ ભાજપમા વધારવા માટેનો પ્રયાસ પણ હોય શકે છે

અન્ય સમાચારો પણ છે...