ફરિયાદ:અમરેલીના હનુમાનપરાની ઘટના,દુકાને બેસવા મુદ્દે મોટાભાઈને કાકા અને નાનાભાઈએ માર્યો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવાને બંને સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

અમરેલીના હનુમાનપરામાં દુકાને બેસવા મુદ્દે યુવાનને તેમના જ નાના ભાઈ અને કાકાએ મારમાર્યો હતો. આ અંગે યુવાને બંને સામે અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા ચકચાર મચી હતી. અહીં રહેતા ગોપાલભાઈ રમેશભાઈ સોલંકીએ ફરીયાદમાં જણાવ્યું હતું કે શનિવારે ઘરની બાજુમાં આવેલ ગાયત્રી પાનમાં રાત્રી દરમિયાન માવો ખાવા માટે ગયો હતો.

તે દરમિયાન મારો નાનો ભાઈ વિજય અને કાકા કૌશિકભાઈ નનકુભાઈ ધરજીયા દુકાને આવ્યા હતા. આ બંનેએ મને કહેલ કે તુ અહીયા કેમ બેઠો છે . અને ઘરે જતો રહેવાનું જણાવ્યું હતું. બંનેને ગોપાલભાઈએ હમણા જતો રહીશ તેવુ કહેતા તેમને સારૂ લાગ્યું ન હતું.પણ આ બંનેએ તેમને ઢીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસમાં ગુનો નોંધાતા હેડ કોન્સેટેબલ વી.જી. ડાભીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...