તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:બિમારી સહન ન થતા વૃદ્ધાએ સળગી જઇ આપઘાત કર્યાે

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ પેરાલીસીસનાે અેટેક અાવ્યાે હતાે

અમરેલી તાલુકાના દેવળીયામા રહેતા એક વૃધ્ધા ઘણા સમયથી બિમાર હાેય બિમારી સહન ન થતા પાેતાના ઘરે સળગી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ.

વૃધ્ધાએ સળગી જઇ આપઘાત કરી લીધાની આ ઘટના અમરેલીના દેવળીયામા બની હતી. અહી રહેતા મણીબેન પાેપટભાઇ ચારાેલા નાના વૃધ્ધા એકલા રહેતા હાેય અને ઘણા સમયથી બિમાર હાેય તેમને અગાઉ પણ પેરાલીસીસનાે એટેક આવી ગયાે હતાે. તેમજ તાવ પણ આવતાે હાેય બિમારી સહન ન થતા તેણે પાેતાના ઘરે સળગી ગયા હતા. વૃધ્ધા સળગી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને પગલે તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યાં હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે રણજીતભાઇ ચારાેલાએ અમરેલી તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ કે.એ.સાંખટ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...