સહાય:કુંડલામાં વાવાઝોડાના બે વર્ષ બાદ બે પીડિતોને 25 હજારની સહાય ચૂકવાઈ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર પાસે ન્યાય મેળવવા લાંબી લડત ચલાવવી પડી

ગત વર્ષે અમરેલી જિલ્લામાં મે માસમાં આવેલા ભયાનક વાવાઝોડાએ ભારે ખાનાખરાબી વેરી હતી. ખાસ કરીને લોકોની માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેને પગલે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી. અને વાવાઝોડા પીડીતોને મકાન મિલકત અને ઘરવખરીના નુકસાન માટે સહાય ચૂકવવામાં આવી હતી.

જો કે તે સમયે અનેક વાસ્તવિક પીડીતો સહાયથી વંચિત રહી ગયા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. આવી જ ફરિયાદ સાવરકુંડલા પંથકના બે પીડીતો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા વારંવાર રજૂઆત બાદ પણ તેમને કોઈ સહાય ચૂકવાઈ ન હતી. જેને પગલે અહીંના સામાજિક કાર્યકર અને એડવોકેટ જીતેન્દ્ર રાઠોડે લડત ચલાવી બન્ને પીડીતોને સહાય માટે જુદા જુદા સ્તરે રજૂઆત કરી હતી.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ આયોગના એડવોકેટ જીતેન્દ્ર રાઠોડ ઉપરાંત અનુજાતી મોરચાના રમેશભાઈ પરમાર દ્વારા જુદા જુદા સ્તરે કરાયેલી રજૂઆત બાદ આખરે દોઢ વર્ષના અંતે અહીંના બચુભાઈ માંણંદભાઈ રાઠોડ અને કવિતાબેન નામના પીડિતોને તંત્ર દ્વારા રૂપિયા 25-25 હજારની સહાય ચૂકવવામાં આવી છે. આમ,લાંબી લડત બાદ સહાય બાદ સહાય મળતા પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...