અમરેલી જિલ્લામા રેતી ચોરી અટકવાનુ નામ લેતી નથી. ખાણ ખનીજ વિભાગે આજે લાપાળીયા અને ગાવડકા નજીકથી ટ્રેકટર અને ડમ્પર ચાલકને રેતી ચોરી કરતા ઝડપી લીધા હતા. ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા લાપાળીયા ગામ પાસે ડમ્પર નંબર જીજે 09 ઝેડ 1377ને ઉભુ રખાવી તપાસ કરાતા રેત ચોરી ઝડપાઇ હતી. આ ડમ્પરનો ચાલક પાસનો સમય પુર્ણ થઇ ગયો હોવા છતા તેનો ઉપયોગ કરી ગેરકાયદે હેરાફેરી કરતો હતો.
વળી આ પાસ ભાવનગર જિલ્લાનો હતો. જેથી ભાવનગર ભુસ્તર શાસ્ત્રીને જાણ કરાઇ છે. તો બીજી તરફ અમરેલી નજીક ગાવડકા ચોકડી ખાતે રેતી ચોરી કરી રહેલા એક ટ્રેકટરને સીઝ કરી તેની સામે દંડનીય કાર્યવાહી શરૂ કરાઇ છે. બીજી તરફ તાજેતરમા અમરેલી સાવરકુંડલા રોડ પરથી રેતી ભરેલુ ડમ્પર ઝડપાયુ હતુ.
જેમા બોટાદ જિલ્લાના પાસનો ગેર ઉપયોગ થતો હોવાનુ જણાતા આ બાબતે બોટાદના મદદનીશ ભુસ્તર શાસ્ત્રીને જાણ કરાઇ હતી અને તેમણે આ પાસનો ગેર ઉપયોગ કરવામા આવ્યો હોવાનો રીપોર્ટ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.