રેશનીંગના કાળા બજાર:બે વેપારીની પીબીએમ હેઠળ ધરપકડ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાના વેપારીનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
રાજુલાના વેપારીનો ફાઇલ ફોટો.
  • વ્યાજબી ભાવની દુકાનાેમાંથી નીચા ભાવે અનાજ ખરીદી તગડાે નફાે રળતા કારસ્તાનીઓ જેલના સળીયા પાછળ : રાજુલામાંથી 8 લાખનાે જથ્થાે ઝડપાયાે"તાે

અમરેલી જિલ્લામાગરીબાેને આપવાનુ અનાજ ચાઉં કરી જનારા રાજુલાના બંને વેપારી જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયા છે. સરકાર ગરીબાેને સસ્તુ અનાજ આપવા યાેજના તાે બનાવે છે. પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારાે ગેરરીતિ આચરી અનાજ બારાેબાર વેચી મારે છે. જાે આ અનાજ ગરીબાેને અપાયુ હાેય તાે પણ લેભાગુ તત્વાે ગરીબાેને પ્લાસ્ટિક કે અન્ય વસ્તુઓની લાલચ આપી આ અનાજ પાછુ ભેગુ કરી લે છે.

સસ્તા ભાવે મળેલુ આ અનાજ ખુલ્લા બજારમા તગડાે નફાે મેળવી બારાેબાર વેચી મરાય છે. આવા કાૈભાંડમા સંડાેવાયેલા રાજુલાના સવિતાનગરમા વ્રજભુમિ શેરી નં-3મા રહેતા અને યાર્ડમા ભારત ટ્રેડીંગ નામની પેઢી ચલાવતા સુરેશ નાગરદાસ તારપરા અને મેઇન બજારમા રહેતા અને યાર્ડમા બાબજી સેલ્સ નામની પેઢી ચલાવતા હુસેન મુખ્તારહુશેન કપાસી નામના વેપારીઓ પીબીએમ હેઠળ જેલ હવાલે થયા છે.

ગત મહિને તંત્રએ બાતમીના આધારે સુરેશ તારપરાની પેઢીમા તપાસ કરતા કુલ 13900 કિલાેગ્રામ વજનના 278 કટા ઘઉં તથા 10 હજાર કિલાેગ્રામ વજનના 200 કટા ચાેખા અને ટ્રક મળી કુલ રૂપિયા 4.18 લાખનાે મુદામાલ શંકાસ્પદ ગણી કબજે લેવાયાે હતાે.

જયારે હુશેન કપાસીની દુકાનમાથી રૂપિયા 3.75 લાખની કિમતના 500 કટા ચાેખા મળી આવ્યા હતા. તંત્ર દ્વારા ઉંડી તપાસ કરાતા ઘઉં અને ચાેખાનાે આ જથ્થાે જુદીજુદી વ્યાજબી ભાવની દુકાનમાથી અહી એકઠાે કરવામા આવ્યાે હાેવાનુ તંત્રની તપાસમા ખુલ્યુ હતુ. જેને પગલે ગઇકાલે મામલતદારે બંને સામે આવશ્યક ચિજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ પણ નાેંધાવી હતી.

દરમીયાન આજે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકે બંનેની કાળા બજાર નિયંત્રણ ધારા હેઠળ ધરપકડ કરવા વાેરંટ ઇસ્યુ કર્યુ હતુ. જેના કારણે આજે અમરેલી એલસીબીએ સુરેશ તારપરા અને હુસેન કપાસીની ધરપકડ કરી જેલમા ધકેલી દીધા હતા.

વ્યાજબી ભાવના દુકાનદારાે સામે કાર્યવાહી કયારે ?
તંત્રએ સસ્તા અનાજની દુકાનાેમાથી ઘઉં ચાેખાનાે જથ્થાે મેળવનાર રાજુલાના બંને વેપારી સામે તાે કાર્યવાહી કરી. પરંતુ આ બંને વેપારીઓને અનાજનાે જથ્થાે પુરાે પાડનાર વ્યાજબી ભાવના દુકાનદારાે સામે કયારે કાર્યવાહી થશે તે સવાલ ઉઠયાે છે. તંત્રએ કઇ કઇ દુકાનાેમાથી અહી અનાજનાે જથ્થાે આવ્યાે હતાે તેની પણ ઉંડાણથી તપાસ કરવી જરૂરી બની છે.

સુરત અને નડીયાદની જેલમાં ધકેલી દેવાયા
જિલ્લા મેજીસ્ટ્રેટના પીબીએમના વાેરંટના આધારે પાેલીસે સુરેશ તારપરાને સુરતની લાજપાેર મધ્યસ્થ જેલ તથા હુસેન કપાસીને નડીયાદની જિલ્લા જેલમા માેકલી દીધા હતા

અનાજ એકઠુ કરનારાઓમાં ફફડાટ
જિલ્લામા સસ્તા ભાવનુ અનાજ માત્ર દુકાનાેમાથી જ નહી પરંતુ લેભાગુ તત્વાે લાેકાે પાસેથી પણ એકઠુ કરી રહ્યાં છે. ખાસ કરીને દામનગરમા આ કાૈભાંડ માેટા પ્રમાણમા ચાલી રહ્યું છે. જાે કે તંત્રની આ કાર્યવાહી બાદ આવા લેભાગુ તત્વાે કાર્યવાહીના ડરથી ફફડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...