મતના બદલામાં રાશન કીટ:અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં મત માટે પ્રલોભન આપવાની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાની પાંચ વિધાનસબા બેઠકો પર આવતીકાલે સવારે મતદાન યોજાવાનું છે. તેની પૂર્વ સંધ્યાએ રાજુલા અને જાફરાબાદમાં કૉંગ્રેસ અને અપક્ષના ઉમેદવારને મત આપવાનું પ્રલોભન આપી રાશન કીટનું વિતરણ કરાતું હોવાની બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કૉંગ્રેસના ઉમેદવારને મત આપવાનું પ્રલોભન આપી રાશનકીટનું વિતરણ
અમરેલી જિલ્લામાં આવેલ 98 રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠક ઉપર આવતીકાલે મતદાન થવાનું છે. તે પહેલા આજે રાજુલા તાલુકાના ડુંગર વિસ્તાર માંથી બોલેરો પિકઅપ મળી આવી છે. જેમાં રાશન કીટ વિતરણ ગ્રામ્ય વિસ્તારમાં થતી હતી. આ માહિતી મળતા પોલીસ તંત્ર અને ચૂંટણી પંચના સ્ટાફ દ્વારા વાહન અને સાથે રહેલા માણસોને ડુંગર પોલીસ સ્ટેશન લઈ લવાયા બાદ પૂછપરછ શરૂ કરવામા આવી હતી. જેમા આરોપી મનસુખભાઇ ખોડાભાઈ બાબરીયા ડ્રાયવર રે.રાજુલા,ભાવેશભાઈ નરેન્દ્રભાઈ વાલ્મિકી રે રાજુલા આ બંનેની ધરપકડ કરી રાજુલા તાલુકા વિકાસ અધિકારી ફરિયાદી બની ને ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમા બોલેરો પિકઅપ વાહન નંબર જી.જે.3 બી.ટી.9662માં રાશન કીટ ભરી ડુંગર તથા આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરફી મત આપવા પ્રલોભન આપવા બાબતે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં અપક્ષ ઉમેદવાર સહિત 16 સામે ફરિયાદ
ડુંગર પોલીસ સ્ટેશનની માફક જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં પણ મત માટે પ્રલોભન આપવાની ફરિયાદ નોંધાઈ છે. અહીં અપક્ષ ઉમેદવાર સહિત 16 વ્યકિતઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 15 વ્યકિતઓ આજે પોતાના બે વાહનોમાં રાશન કીટ ભરી ભાકોદર ગામમાં અપક્ષના ઉમેદવાર ગીતાબેન પરમારને મત આપવા પ્રલોભન આપતા મળી આવ્યા હતા. જાફરાબાદના ટીડીઓ દ્વારા આ મામલે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોડી સાંજે અમરેલી SPનો કાફલો રાજુલા પોહચ્યો
આવતીકાલે શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે અમરેલી એસપી હિમકર સિંહ અને બે ડી.વાય.એસ.પી.કક્ષાના અધિકારીઓ સાથે પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...