અમરેલી શહેરમાં ગઈ કાલે SP હિમકર સિંહ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ રજૂઆતો સાંભળવા માટે લોક દરબાર યોજયો હતો અને આ લોક દરબારના બીજા જ દિવસે વ્યાજખોરો સામે ફરિયાદો નોંધાય રહી છે. અલગ અલગ બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજની ફરિયાદ નોંધાય છે. વડીયાના જુના બાદલપુર ગામના ફરિયાદી કાંતિભાઈ ગોબરભાઈ ગજેરાએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી દ્વારા આરોપી પાસેથી 4,50.000 બે ટકા વ્યાજે નાણા લીધેલ તેના બદલામા ફરિયાદી પાસેથી 4 કોરા ચેક સહી વાળા લઈ અને આરોપીએ ફરિયાદી પાસેથી વ્યાજદરે હપ્તે હપ્તે વ્યાજ સહિત રૂ.15,00,000 ચૂકવી આપ્યા હોવા છતાં આરોપી દ્વારા અવાર નવાર ફરિયાદીના ઘરે આવી 21 લાખની માંગણી કરી બળજબરી પૂર્વક પૈસા કઢાવવા માટે ધાક ધમકીઓ આપી આરોપીની પત્ની થકી છેડતીના ગુન્હામાં સંડોવી દેવાની અવાર નવાર ધમકી આપી પરેશાન કરતા હતા વડીયા પોલીસ દ્વારા આરોપી રસિકભાઈ ધીરજલાલ પડીયા રે દેરડી કુંભાજી તાલુકો ગોંડલ વાળા સામે ફરિયાદ નોંધી આરોપીની ધરપડક કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
સાવરકુંડલા શહેરમાં 4 શખ્સ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ
સાવરકુંડલા શહેરના ગણેશ વાડી વિસ્તારના વેપારી ગિજુભાઈ લાભશંકરભાઇ પુરોહિતે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી 1) મિલનભાઈ દિનકરભાઈ કડવાણી, 2)હિમાંશુ ઉર્ફે લાલો દિનકરભાઈ કડવાણી,3)રિતેષભાઈ ઉર્ફે રઘુ દિનકરભાઈ કડવાણી,4) જય પ્રકાશ પરમાનંદ કડવાણી તમામ રેહવાસી સાવરકુંડલા વાળા સામે ગુન્હો નોંધાયો છે. આ આરોપી પાસેથી ફરિયાદીએ વ્યાજે કુલ રૂ. 4,10,000 લીધેલા હતા રૂ.5,23,590 આરોપી ઓને ફરિયાદી દ્વારા આપ્યા હોવા છતાં ફરિયાદી પાસે વધુ 1,67,875ની માંગણી કરવામાં આવતી હતી. બળજબરી પૂર્વક પેસા કઢાવવા માંગતા હતા આરોપીએ કાવતરું રચી ફરિયાદીએ અવેજ પેટે આરોપીએ આપેલા ચેક બેંકમાં ચેક બાઉન્સ કરાવ્યો હતો સમગ્ર મામલે હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે આરોપીને ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે આમ બે પોલીસ ફરિયાદ નોંધાય છે.
વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરાઇ
અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા ગઈકાલે લોક દરબાર યોજી વ્યાજખોરો સામે રજૂઆતો આવશે એટલે કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી અને પાસા સુધીની કાર્યવાહી કરવા માટેનું નિવેદન આપતા વ્યાજખોરોથી પરેશાન પરિવારો હવે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે અને આજે 2 પોલીસ ફરિયાદ નોંધાય છે. એસપીના કડક આદેશ બાદ સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.