અમરેલી જિલ્લામાં રાજુલાના PI સહિત બે પોલીસ કર્મચારીઓનું આધુનિક તકનીકના ઉપગોગ કરી ગુનાનો ભેદ ઉકેલતા ઉત્કુષ્ટ કામગીરી બદલ DGP દ્વારા સન્માન કર્યું હતું. ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા એવોડ આપી સન્માન કર્યું હતું.
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.આઇ જે.એન પરમાર સહિત પોલીસ ટીમ દ્વારા થોડા દિવસ પહેલા પોકેટ કોપની વાહન સર્ચ અને વ્યક્તિ સર્ચ એપ્લિકેશનની મદદથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓનાં ચોરીના 13 ગુનાઓ શોધી કાઢી અને ચાર આરોપીઓની ધરપકડ કરી કુલ 3,00,217/-નો મુદ્દામાલ રીકવર કરવામા આવ્યો હતો. આમ આધુનિક તકનીકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા પીઆઈ પરમાર સહીત ઝાંબાઝ પોલીસ કર્મચારી ભીખુભાઇ ચોવટીયા, હરપાલસિંહ ગોહિલને ઇ-કોપ એવોર્ડ એનાયત કરવામા આવ્યાં હતા અને ભવિષ્યમાં ખુબ જ સુંદર કામગીરી કરતા રહો તેવી શુભેચ્છાઓ સાથે DGP વિકાસ સહાય દ્વારા પ્રશંસા પત્ર આપી સન્માન કરાયુ હતું. ત્યારબાદ અમરેલી એસપી હિમકર સિંહ અને પોલીસ અધિકારીઓ દ્વારા પણ શુભેચ્છા આપી આવકારી પ્રશંશા કરી હતી અને શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ દ્વારા પોલીસની કામગીરી આવકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.