તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Two Persons Who Came To Steal From Wadi Hit The Youth With A Toothpick, The Incident Took Place In Jethiavadar Of Bagasara Taluka

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વાડીએ ચાેરી કરવા આવેલા બે શખ્સે યુવકને દાતરડુ ઝીંકયું, બગસરા તાલુકાના જેઠિયાવદરનો બનાવ, ઝુંપડામાં ઘુસી સામાન ફંફાેળતા હતા

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બગસરા તાલુકાના જેઠીયાવદરની સીમમા આવેલ વાડીમા બે અજાણ્યા તસ્કરાે ઝુંપડામા ઘુસી ચાેરીના ઇરાદે સામાન ફંફાેળતા હાેય યુવકે તેનાે પ્રતિકાર કરતા બંનેએ યુવકને દાતરડુ ઝીંકી ઇજા પહાેંચાડી નાસી ગયા હતા. યુવક પર હુમલાની આઘટના બગસરાના જેઠીયાવદરની સીમમા બની હતી. અહી રહેતા કમલ ગલીયાભાઇ ભુરીયા (ઉ.વ.19) નામના યુવકે બગસરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ખેતરમા આવેલ તેના ઝુંપડામા બે અજાણ્યા તસ્કરાે ચાેરી કરવાના ઇરાદે ઘુસી ગયા હતા અને સામાન ફંફાેળી રહ્યાં હતા. તેને અહી કેમ આવ્યા છાે કહેતા બંને ઉશ્કેરાઇ ગયા હતા. બંનેએ તેના પર લાેખંડના દાતરડા વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે પીએસઆઇ યુ.એફ.રાઓલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો