ધરપકડ:લોઠપુર, વિજપડીમાંથી ચોરીની 6 બાઈક સાથે બે શખ્સ ઝડપાયા

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ કુલ રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

જાફરાબાદના લોઠપુર અને સાવરકુંડલાના વિજપડીમાંથી એલસીબીએ બે શખ્સને ચોરીની છ બાઈક સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી 1.20 લાખની કિંમતના છ બાઈકનો કબ્જો લેવાયો હતો. જાફરાબાદના લોઠપુર ગામનો અને શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓની ટેવ ધરાવતા હિસ્ટ્રીશીટર મેહુલ ઉર્ફે દુડી મથુરભાઈ વાઘેલાના ઘરે ચોરીની બાઈક હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે રેઈડ કરી તેમની પાસેથી 60 હજારની ત્રણ બાઈક કબ્જે કરી હતી.

બીજી તરફ વિજપડીમાં રહેતો મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો શંભુભાઈ ઉનાવા પોતાના રહેણાંકમાં ચોરીની બાઈક હોવાની એલસીબીને જાણ થઈ હતી. વિજપડીમાં એલસીબીએ રેઈડ કરી તેમની પાસેથી 60 હજારની ત્રણ બાઈક કબ્જે કરી હતી. જુદી જુદી જગ્યાએ પાડેલ રેઈડ દરમિયાન એલસીબીએ મેહુલ ઉર્ફે દુડી વાઘેલા અને મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો ઉનાવા પાસેથી 1.20 લાખની છ બાઈક કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...