તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાેના ચાંદીના ઘરેણાની સફાઇ કરી પડાવી લેનાર બે શખ્સ ઝડપાયા

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી અેલસીબી પાેલીસે કુલ રૂપિયા 1.32 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી અેલસીબી પાેલીસે પેટ્રાેલીંગ દરમિયાન સાેના ચાંદીના ઘરેણાની સફાઇ કરી છેતરપીંડી અાચરી પડાવી લેનાર બે શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે બંને પાસેથી 1.32 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાઅાે પાેતાના ઘરે હાજર હાેય ત્યારે સાેના ચાંદીના ઘરેણા ધાેઇ અાપવાનુ કહી બાદમા છેતરપીંડી અાચરી ઘરેણા પડાવી લેનાર બે શખ્સાેને અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ અાર.કે.કરમટા, પીઅેસઅાઇ પી.અેન.માેરી તથા ટીમે શંકાસ્પદ હાલતમા ઝડપી લીધા હતા. બંને શખ્સાેની પુછપરછ કરતા અા બંને મહંમદ માેઇમ મહંમદ કાદીર મંસુરી (ઉ.વ.30) રહેવાસી ભાવનગર તેમજ મહમદ સાલમઅર્થ ફરાેસ (ઉ.વ.36) રહેવાસી ભાવનગર હાેવાનુ ખુલ્યુ હતુ.

પાેલીસની વધુ પુછપરછમા બંને તેમના મિત્રાે મુસ્તાક અને પપ્પુ સાથે મળીને ગુનાને અંજામ અાપતા હાેવાનુ પણ ખુલ્યુ હતુ. પાેલીસે બંને પાસેથી કાેપરના બે કડલા કિમત રૂપિયા 76678, છ માેબાઇલ કિમત રૂપિયા 6 હજાર, અેક માેટર સાયકલ કિમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 1,32,678નાે મુદામાલ કબજે લઇ અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...