• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Two Persons Were Arrested For Illegally Cutting Down Trees And Transporting Them In A Truck In Sakarpara Revenue Area Of Savarkundla.

વનવિભાગની કાર્યવાહી:સાવરકુંડલાના સાકરપરાના રેવન્યુ વિસ્તારમાં વૃક્ષોની ગેરકાયદે કટિંગ કરી ટ્રકમાં લઈ જઈ રહેલા બે શખ્સો ઝડપાયા

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડવાન્સ 25000 નો દંડ ફટકારી આગળની કાર્યવાહી શરૂ કરી

અમરેલીના સાવરકુંડલા તાલુકા વનવિભાગે સાકરપરાના રેવન્યુ વિસ્તારમાંથી ગેરકાયદે વૃક્ષોનું કટિંગ કરનાર બે શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સાવરકુંડલા વનવિભાગની ટીમ દ્વારા લાકડા ભરેલો ટ્રક અમરેલીથી મહુવા પહોંચે તે પહેલા જ ઝડપી પાડ્યો હતો. વનવિભાગ દ્વારા લાકડા સાથે ઝડપાયેલા શખ્સોને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે.

અમરેલના સાવરકુંડલા તાલુકાના વનવિભાગની ટીમે સાકરપરાના રેવન્યુ વિસ્તારમાંથી લાકડાનું ગેરકાયદે કટીંગ કરનાર બે શખ્સોને એક ટ્રક સાથે ઝડપી પાડ્યા છે. વનવિભાગ દ્વારા છગનભાઈ ભીલ અને ભાવેશ ચૌહાણને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બંને શખ્સોએ અગાઉ કોઈ વૃક્ષો કટિંગ કર્યા છે કે નહીં તે દિશામાં પણ વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...