તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઓસરીમાં સુતેલા વૃદ્ધાના કાનમાંથી બે શખ્સે સાેનાના દાગીના ઝુંટવી ગયા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજુલા તાલુકાના ધુડિયા આગરિયાનો બનાવ, બંને સામે ફરિયાદ
 • સાેનાની નથ મળી કુલ રૂપિયા 33 હજારનાે મુદ્દામાલ ઉપાડી ગયા

રાજુલા તાલુકાના ધુડીયા આગરીયામા રહેતા એક પ્રાૈઢા રાત્રીના પાેતાના ઘરેની ઓસરીમા સુતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સાે તેમની પાસે ધસી આવ્યા હતા. અને કાનમા પહેરેલા સાેનાના વેઢલા તેમજ સાેનાની નથ ઝુંટવીને નાસી ગયા હતા. આ બારામા બંને સામે રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

સાેનાના દાગીના ઝુંટવી ગયાની આ ઘટના રાજુલાના ધુડીયા આગરીયામા બની હતી. અહી રહેતા ભગવાનભાઇ રણછાેડભાઇ કળસરીયા (ઉ.વ.60) નામના વૃધ્ધે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના પત્ની લાભુબેન ઘરની ઓસરીમા સુતા હતા. રાત્રીના બે વાગ્યાના સુમારે બે અજાણ્યા શખ્સાે તેમના પત્ની પાસે ધસી આવ્યા હતા. અને કાનમા પહેરેલા સાેનાના વેઢલા અને નથ મળી કુલ રૂપિયા 33 હજારના દાગીના ઝુંટવીને નાસી ગયા હતા. ભગવાનભાઇ જાગી જતા તેણે પીછાે કર્યાે હતાે પરંતુ બંને શખ્સાે હાથમા આવ્યા ન હતા. બનાવ અંગે પીએસઆઇ એમ.એસ.ગાેહેલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો