તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલમાં

અમરેલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાસાનું શસ્ત્ર ઉગામતા બુટલેગરોમાં ફફડાટ

જિલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી સંડોવાયેલ બગસરા અને મહારાષ્ટ્રના તલાસરીના બન્ને શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલવાનો જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કર્યો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. મહારાષ્ટ્રના તલાસરીના સચિન બંસીલાલ વર્મા સામે લાઠી પોલીસ સ્ટેશનમાં 332 ઈંગ્લીશ દારૂની બોટલની હેરાફેરીનો ગુનો નોંધાયો હતો.

જેના કારણે પોલીસે તેમની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટે સમક્ષ રજૂ કરી હતી. તેના કારણે જિલ્લા મેજીસ્ટ્રેટે સચિન બંસીલાલ વર્માને પોરબંદરની સ્પેશ્યલ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો.ઉપરાંત બગસરાના અજયરાજ દેવેન્દ્રભાઈ ધાંધલ સામે વડીયા, બગસરા અને ધારી પોલિસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના પાંચ ગુના નોંધાયા હતા. જેની પણ પોલીસે પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા તેમને નડિયાદ જિલ્લા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો