ધરપકડ:રાજુલામાંથી બે શખ્સ ચોરીના 18 ફોન સાથે ઝબ્બે, વેચવા નિકળ્યા હતા

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 1.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજુલાના ટાવર પાસેથી ચોરીના 18 મોબાઈલ સાથે બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂપિયા 136500ના વિવિધ કંપનીના મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. શહેરમાં બંને શખ્સ બીલ વગરના મોબાઈલ ફોન વેચવા નિકળ્યા અને પોલીસની ઝપટે ચડ્યા હતા.રાજુલામાં ભંગારની ફેરી કરતો હરેશ મુકેશભાઈ સોલંકી અને મચ્છી વેચવાની કામગીરી કરતો સાગર જગુભાઈ માળી નામના યુવાનોએ વિવિધ વિસ્તારમાંથી લોકોના મોબાઈલ ફોનની ચોરી કરી હતી. અને બંને શહેરના ટાવર પાસે મોબાઈલ વેચવા નીકળ્યા હતા.

અહી રાજુલા પીઆઈ આર.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એમ.ડી.ગોહિલ, હિંમતભાઈ રાઠોડ અને ભરતભાઈ વાળા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મુકેશ સોલંકી અને સાગર માળી સામે શંકા જતા પુછપરછ હાથ ધરી હતી.અને રાજલામાં થયેલી 18 મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. રાજુલા પોલીસે તેમની પાસેથી રૂપિયા 136500ના વિવિધ કંપનીના 18 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. બંને સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...