તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભાવના:અમરેલીથી જૂનાગઢ, વેરાવળની વધુ બે ટ્રેન શરૂ થવાની સંભાવના

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વેરાવળ ટ્રેન શરૂ થયા બાદ બંધ પડેલ બે ટ્રેન ફરી શરૂ કરવા વિચારણા

અમરેલી રેલવે સ્ટેશન પર કોરોના મહામારીના કારણે બંધ કરવામાં આવેલ અમરેલી - જૂનાગઢ અને વેરાવળ - અમરેલી વચ્ચે ટ્રેન વ્યવહાર શરૂ કરવા રેલવે તંત્રએ વિચારણા શરૂ કરી છે. અમરેલીમાં એક વર્ષ બાદ 18મીથી અમરેલી - વેરાવળ વચ્ચે સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઇ હતી. જે બાદ હવે રેલવે વિભાગ આગામી દિવસોમાં બંધ પડેલ અન્ય બે ટ્રેન શરૂ કરે તેવી સંભાવના છે. કોરોના મહામારીના કારણે એક વર્ષ પહેલા અમરેલી રેલવે સ્ટેશન પર ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

જેના કારણે અમરેલીવાસીઓને સતાધાર, સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે અન્ય વાહનનો સહારો લેવો પડ્યો હતો. અમરેલી બંધ કરેલ ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે જુદા જુદા સંગઠનો અને રાજકીય નેતાઓ રેલવે તંત્રને રજૂઆત કરી હતી. અમરેલીમાં કોરોના કાળમાં 363 દિવસ બાદ અમરેલી - વેરાવળ વચ્ચે સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઇ હતી. અમરેલીમાં શરૂ થયેલી ટ્રેનમાં ભાડું ડબલ કરાયું હતું.

એવા સમયે અમરેલી રેલવે સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે એક ટ્રેન શરૂ કરાયા બાદ હજુ અન્ય બંધ પડેલ અમરેલી- વેરાવળ અને અમરેલી જૂનાગઢ વચ્ચે ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે રેલવે વિભાગ વિચારણા કરી રહ્યું છે. આ બંને ટ્રેન પણ સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન તરીકે શરૂ કરાશે. જેમાં પણ ભાડુ એકસપ્રેસ ટ્રેનનું વસૂલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો