તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મેરિયાણામાં કચરો ફેંકવા મુદ્દે બે શખ્સે યુવકને માર્યો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના મેરીયાણામા રહેતા અેક યુવકને અહી જ રહેતા બે શખ્સાેઅે લાકડી અને ધારીયા જેવા હથિયાર સાથે ધસી અાવી મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા માણસુરભાઇ અેભલભાઇ જાજડા (ઉ.વ.47) નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના બહેન જાહુબેનની બાજુમા રહેતા દેવકુભાઇના પત્ની દુધીબેન અવારનવાર જુના કપડાનાે કચરાે ફેંકી જતા હેાય જેથી તેઅાે સાેમાતભાઇ હાદાભાઇ શીઢાના ઘરે સમજાવવા માટે ગયા હતા.અા દરમિયાન સાેમાતભાઇ હાદાભાઇ અને દેવકુ સાેમાતભાઇઅે લાકડી અને ધારીયા જેવા હથિયારાે સાથે મારવા દાેડયા હતા. તેમજ મુંઢમાર મારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...