તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જમીન વિવાદના કેસ મુદ્દે બે લાખ માંગી વૃદ્ધને ધમકી આપી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામની ઘટના
  • અહી જ રહેતા શખ્સે વૃદ્ધના પુત્રને પણ ફાેન પર ગાળાે ભાંડી

લાઠી તાલુકાના શેખ પીપરીયામા રહેતા અેક વૃધ્ધને અહી જ રહેતા એક શખ્સે જમીન વિવાદના કેસ બાબતે અભ્યાસ કર્યાના રૂપિયા બે લાખ માંગણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા લાઠી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. વૃધ્ધને ધમકી આપ્યાની આ ઘટના લાઠીના શેખ પીપરીયામા બની હતી.

અહી રહેતા રતીભાઇ કલ્યાણભાઇ કાછડીયા (ઉ.વ.65) નામના વૃધ્ધે લાઠી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની વડિલાે પાર્જિત જમીનનાે વિવાદ તેના કાૈટુંબિક માેટાબાપુ નાગરભાઇ ઝવેરભાઇ કાછડીયા સાથે અમરેલી સિવીલ કાેર્ટમા ચાલતાે હાેય આ જમીનના વિવાદ બાબતના કેસના ફાઇલની ઝેરાેક્ષ અરવિંદ વશરામભાઇ રાણપરીયાને અભ્યાસ કરવા માટે આપી હતી.

જાે કે બાદમા આ જમીનના વિવાદનુ સમાધાન થઇ જતા કાેર્ટમાથી કેસ પરત ખેંચી લેવામા આવ્યાે હતાે. પરંતુ અરવિંદ રાણપરીયાઅે ફાેન કરી કેેસ બાબતે અભ્યાસ કર્યાના રૂપિયા બે લાખ આપવા દબાણ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત વૃધ્ધના પુત્રને પણ ફાેન કરી ગાળાે આપી હતી. બનાવ અંગે પીઅેસઆઇ અેન.અે.વાઘેલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...