અકસ્માત:ખીચાથી દેવળા જવાના માર્ગે ટ્રક, બાઇક વચ્ચે ટક્કર, બેના મોત

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટતા પોલીસમાં ફરિયાદ

ધારી તાલુકાના ખીચાથી દેવળા જવાના માર્ગે કાપેલ ધાર પાસે એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની આ ઘટના ધારીના ખીચાથી દેવળા જવાના માર્ગે કાપેલ ધાર પાસે બની હતી.

]પ્રાપ્ત વિગત મુજબ, ધારગણીમા રહેતા મહેશભાઇ મશરૂભાઇ સોલંકીએ ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના મોટા બાપુજીના ઘરે મકાન રીપેરીંગનુ કામ ચાલુ હોય હિમખીમડીપરામા રહેતા કાળુભાઇ અબ્દુલભાઇ બ્લોચ (ઉ.વ.65) મજુરીકામ અર્થે આવ્યા હતા. કામ પુર્ણ થઇ જતા અશોકભાઇ મશરૂભાઇ સોલંકી (ઉ.વ.25) મોટર સાયકલ નંબર જીજે 05 એચએમ 8419મા તેને બેસાડી હિમખીમડીપરા મુકવા માટે જઇ રહ્યાં હતા.

તેઓ બાઇક લઇને કાપેલ ધાર પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર આરજે 51 જીએ 1987ના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જાતા બંનેને ગંભીર ઇજા પહોંચતા બંનેનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયો હતો. બંનેની લાશને પીએમ માટે ધારી સરકારી દવાખાને ખસેડવામા આવી હતી. બનાવ અંગે પીએસઆઇ એન.બી.ભટ્ટ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...