દુર્ઘટના:અમરેલીના નીલકંઠ શેરી વિસ્તારમાં મકાન પાડવાના કાર્ય દરમિયાન દીવાલ ધરાશાયી, બેના મોત

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીના લાઠીમાં દીવાલ ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી છે. બે વ્યક્તિઓનું દીવાલ નીચે આવી જતા મોત નિપજ્યુ છે, તે બંનેને સ્થાનિકોએ કાટમાળ નીચેથી બહાર કાઢી દેવાયા છે. આ દુર્ઘટના નીલકંઠ શેરી વિસ્તારમાં બની છે. મકાન પાડવાના કાર્ય દરમિયાન સાફ સફાઈ કરતી વખતે અચાનક આખી દીવાલ ધસી પડી હતી. દીવાલ ધરાશાય થવાના સમયે 5 વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા, જેમાંથી 3 વ્યક્તિઓને બચાવી લેવાયા છે. દીવાલ નીચે આવી ગયેલા બે વ્યક્તિઓને લાઠીના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયેલા જ્યાં ડોકટરે તેમને મૃતક જાહેર કરી દીધા છે. 

અન્ય સમાચારો પણ છે...