તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેઘવર્ષા:રાજુલાના ચાંચબંદરમાં બે ઇંચ વરસાદ, મીઠાના અગરો ધોવાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી પંથકમાં બપોર બાદ વાદળો છવાયા, જોકે વરસ્યા નહીં

અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. અટકવાનું નામ લેતો નથી. આજે પણ રાજુલા પંથકમાં આકાશ વરસી પડ્યું હતું. ચાંચ બંદરમાં બે ઇંચ વરસાદ થયો હતો. જ્યારે રાજુલામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.રાજુલા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક સપ્તાહ દરમિયાન અહીં દરરોજ વરસાદ પડે છે. ગઈકાલે બે ઇંચ જેવો વરસાદ થયા બાદ આજે પણ રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ચાંચ બંદરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદના કારણે આ વિસ્તાર પાણી પાણી થયો હતો. અહીંના સરપંચ કાનજીભાઈએ જણાવ્યું હતું કે ભારે વરસાદથી ખેરા પટવાનો રસ્તો ધોવાઇ ગયો છે. અહીં મીઠાના અગરોમાં પણ ધોવાણ થયું છે.મીઠાના ધોવાણથી અગરિયાઓને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ આજે રાજુલામાં પણ પોણો ઇંચ વરસાદ પડી જતાં શહેરની બજારોમાં પાણી દોડવા લાગ્યા હતા. અમરેલી પંથકમાં બપોરે ભારે ઉકળાટ બાદ સાંજે વાદળો છવાયા હતા. જોકે વરસ્યા ન હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો