વરસાદ:લીલીયામાં બે, અમરેલીમાં દોઢ ઇંચ અને બાબરામાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોતા હતા તેવા સમયે આખરે આજે મોડી સાંજે આ વિસ્તારમા ધોધમાર વરસાદ તુટી પડયો હતો. અમરેલીમા ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે લીલીયામા બે ઇંચ અને બાબરામા પોણો ઇંચ વરસાદ થયો હતો.

અમરેલીમા દિવસભર ઉકળાટ બાદ મોડી સાંજે આકાશમા વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી વાદળો ચડી આવ્યા હતા. અને ધોધમાર વરસાદ તુટી પડયો હતો. અમરેલીમા એક કલાકના ગાળામા દોઢ ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી અને લોકોએ ઉકળાટમાથી રાહત અનુભવ્યો હતો. કપાસ, મગફળી સહિતના પાકને વરસાદની તાતી જરૂર છે તેવા સમયે જ મેહુલીયાનુ આગમન થયુ હતુ. લીલીયા પંથકના ખારાપાટ વિસ્તારમા આમપણ સિઝનનો વરસાદ ઓછો છે.

અહી પાકને પાણીની જરૂર છે તેવા સમયે મેઘ સવારી આવી પહેાંચી હતી અને એક કલાકના ગાળામા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગ્રામ્ય વિસ્તારમા શાનદાર મેઘસવારીને પગલે અહીના ધરતીપુત્રો રાજીરાજી થયા છે. તો બાબરા પંથકમા પણ મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયુ હતુ અને પોણો ઇંચ વરસાદથી પાકને જાણે નવજીવન મળ્યું હતુ. આજે લાઠી પંથકમા પણ મોડી સાંજે હળવો વરસાદ વરસ્યો હતો. જયારે સાવરકુંડલામા ગાજવીજ બાદ માત્ર છાંટા પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...