અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસતા બાગાયતી ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતો દ્વારા નુકસાન અંગેનો સર્વે કરી સહાય ચૂકવવાની માગ કરવામાં આવી છે.
વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા બાગાયતી ખેતીને નુકસાન
સાવરકુંડલા તાલુકામાં આવેલ મોટા ભમોદ્રા ગામના પ્રદ્યુમ્નભાઈ નામના ખેડૂતની બાગાયતી ખેતીમાં મોટું નુકસાન ગયું છે. અહીં 6 વિધામાં બાગાયતી ખેતી ઉભી કરવા માટે 1 વર્ષથી મહેનત કરતા હતા અને આ પવન સાથે વરસાદ પડવાના કારણે ભારે નુકસાન ગયું છે. જ્યારે ગયા વર્ષે તાઉતે વાવાજોડાના કારણે ખેડૂતો અને આ વિસ્તારના લોકોને નુકસાન ગયું હતુ ત્યારે ફરી વરસાદ પવનના કારણે નુકસાન ગયુ છે. આ 6 વિધાના ખેતરમાં ઉભા કરેલા પાક કેળનો આખો બગીચો ઉખડી ગયો છે આંબા સહિત નાના મોટા અનેક બાગાયતી ખેતીના વૃક્ષ ધરાશય થયા છે. જેના કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. હાલ ખેડૂતએ માંગ ઉઠાવી આ વાડી વિસ્તાર અન્ય વિસ્તારમાં પણ નાના મોટું ખેડૂતને નુકસાન જેનું સરકાર અને તંત્ર સર્વે કરી સહાય વળતર ચૂકવવામા આવે.
તાઉતે બાદ બાગાયતી ખેતીમાં કરેલી મહેનત પર 'પાણી'ફરી વળ્યું
1 વર્ષથી ખેડૂત દ્વાર મહેનત કરી તૈયાર કરી બગીચો ઉભો કર્યો હતો. જ્યારે કુદરતે આપેલી આફ્તના કારણે થયું છે.જેના કારણે હાલ આ ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે હાલ આ કેળના વૃક્ષ સહિત ભાંગી બહાર કાઢી રહ્યા છે. ભારે વરસાદ અને પવનના કારણે મોટાભાગે ખેડૂતને નુકસાન તો ગયું છે.ખેડૂત પ્રદ્યુમનભાઈ એ કહ્યું અમારી બગાયતી ખેતી ઉભી કરવા માટે 1 વર્ષથી મહેનત કરતા હતા. પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાન મોટાભાગના વૃક્ષ ધરાશય થયા હતા. જેના કારણે નુકસાન તો કહી શકાય હાલ વૃક્ષ કાપી નાખ્યા છે સરકાર સર્વે કરાવી આ વિસ્તારના ખેડૂતોને વળતર આપે તેવી રજૂઆત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.