ચોમાસાની સિઝન ચાલી રહી હોય હાલ જમીનમાથી સરીસૃપ બહાર નીકળવાની ઘટના વધી રહી છે. ત્યારે નાના આંકડીયા અને અરજણસુખમા વાડીમા રમી રહેલા બે બાળકોનુ સાપ કરડી જતા મોત નિપજયું હતુ.વડીયા તાલુકાના અરજણસુખમા રહી ખેતમજુરી કામ કરતા અનીલભાઇ મોવાણીયાનો પુત્ર વિરાટ (ઉ.વ.5) ખેતરમા હતો ત્યારે સાપ કરડી જતા તેને તાબડતોબ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. પરંતુ તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે ઇશ્વરભાઇ કાળુભાઇ મોહાણીયાએ વડીયા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ એમ.જે.બાલસરા ચલાવી રહ્યાં છે.
જયારે અન્ય એક ઘટના અમરેલી તાલુકાના નાના આંકડીયામા બની હતી. મુળ મધ્યપ્રદેશના ગઢપુરી અને હાલ નાના આંકડીયામા શૈલેષભાઇ છગનભાઇ ગામીની વાડી ભાગવી રાખી ખેતમજુરી કામ કરતા કમલેશભાઇ બગેલે અમરેલી તાલુકા પોલીસ મથકમા જણાવ્યું હતુ કે તેનો ભત્રીજો મુકેશ મગનસિંહ બગેલ (ઉ.વ.10) વાડીની ઓરડી પાસે બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે સાપ કરડી જતા તેનુ મોત થયુ હતુ. બનાવ અંગે એએસઆઇ વી.એસ.વણજર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.