કામગીરી:ફાયર સેફટીના સાધનો ન હોય અમરેલીમાં બે બિલ્ડીંગ સીલ

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલી શિવ હાઇટસ કોમ્પ્લેક્સ સીલ કરતી પાલિકાની ટીમ. - Divya Bhaskar
અમરેલી શિવ હાઇટસ કોમ્પ્લેક્સ સીલ કરતી પાલિકાની ટીમ.
  • અગાઉના સત્તાધીશોની મીઠી નજર હેઠળ નિતી નિયમોને નેવે મુકી થયું હતું બાંધકામ

અમરેલીમાં ફાયર સેફટી અંગે પાલિકાની ફાયર શાખાએ લાલ આંખ કરી છે. શહેરના નાગનાથ સર્કલ પાસે આવેલ દેવદત જાની અને કેરીયા રોડ પર આવેલી શિવ હાઇટસમાં ફાયર સેફટીના કોઈ જ સાધનો ન હોય જેના કારણે ફાયર શાખાએ તેમને સીલ કરી હતી. શહેરમાં અગાઉ સત્તાધીશોની મીઠી નજર હેઠળ નિતી નિયમોને નેવે મુકી બાંધકામ થયું હતું. પણ ફાયર સેફટીને કોઈ જ દેખરેખ રખાઈ ન હતી. અમરેલી શહેરમાં થોડા દિવસો પહેલા એક ખાનગી કંપનીની ઓફિસમાં આગ લાગી હતી. અને એક યુવકનું મોત અવસાન થયું હતું.

ઉપરાંત લાઠી રોડ પર ફાયર સેફટી વગર ધમધમતા બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. અમરેલીમાં અગાઉના સત્તાધીશોની મીઠી નજરથી નિતી નિયમોને નેવે મુકી મસમોટી બિલ્ડીંગનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. અને કોઈ જ પ્રકારની ફાયર સેફટી અંગે ધ્યાન રખાયું નથી. ત્યારે અમરેલી ફાયર વિભાગે આવા બિલ્ડીંગ સામે તવાઈ બોલાવી છે. ફાયર ઓફિસર એચ.વી. ગઢવીએ જણાવ્યું હતું કે નાગનાથ સર્કલ પાસે આવેલ દેવદત જાની કોમ્પલેક્ષમાં ફાયર સેફટી એનઓસી ન હતી.

ઉપરાંત કેરીયા રોડ પર આવેલ શિવમ હાઈટ્સમાં ફાયર સેફટીના સાધનો જ ન હતા. જેના કારણે આ બંને બિલ્ડીંગને સીલ કરાઈ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે પણ બિલ્ડીંગમાં ફાયર સેફટી નહી હોય તેને સીલ કરાશે. રહેણાંક વિસ્તારમાં પાણીના કનેક્શન કપાશે. આ તમામને જોઈ હવે અમરેલી પાલિકાએ પણ શહેરમાં નિતી નિયમને નેવે મુકી ખડકાયેલા બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...