તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટિકલ બબાલ:અમરેલીમાં વેક્સિનના કાર્યક્રમની મોડી રાત્રે તૈયારી કરતા બે ભાજપના કાર્યકર્તાઓને પોલીસે માર્યા, ASP સામે કાર્યવાહી કરવા દિલીપ સંઘાણીની માગ

અમરેલી6 દિવસ પહેલા
 • ASP અભય સોનીએ કાર્યકર્તાઓને માર મારતા મામલો ગરમાયો
 • માર માર્યાના આક્ષેપ સાથે બે ભાજપના કાર્યકર્તાને સિવિલમાં દાખલ કરાયા
 • મામલો બીચકતા ભાજપના ટોળેટોળા હોસ્પિટલમાં પહોંચયા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અમરેલી વેક્સિનના કાર્યક્રમમાં આવતા હોય તેવા સમયે ભાજપના કાર્યકરો કામગીરી સાથે મોડી રાતે તૈયારી કરતા હતા. તેવા સમયે પોલીસ દ્વારા બે કાર્યકરોને માર માર્યાના આક્ષેપ સાથે બે ભાજપના કાર્યકર્તાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જેમાં મામલો બીચકતા ભાજપના ટોળેટોળા હોસ્પિટલમાં પહોંચયા હતા. સાથે પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સાંસદ નારણ કાછડીયા, નેતા દીલીપ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતના હોદ્દેદારો હોસ્પિટલમાં આવી પટાંગણમાં બેસી કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે દિલીપ સંઘાણી ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત કરી અને સાથે જિલ્લા પોલીસ વડાને ફોન પર ખખડાવ્યા અને કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી. હાલ તો પોલીસ અને ભાજપના દિગ્ગજો આમને સામને આવી ગયા છે. દિલીપ સંઘાણીએ એ.એસ.પી અભય સોની ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. તથા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

વેક્સિનનો કાર્યકમ નિષ્ફળ બનાવવાનો પ્રયાસ - દિલીપ સંઘાણી
નાસ્કોબ ચેરમેન અને પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ કહ્યું કે વેક્સિનના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો કામ કરતા હતા. તેવા સમયે ડી.વાય.એસ.પી સોની બેહૂદ વર્તન કરી માર મારી ગાળો આપી પોલીસ સામે કાર્યવાહી કરવા માટે મે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતા હોય તેવા સમયે વેક્સિનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટેનો પ્રયાસ છે.

દિલીપ સંઘાણીએ પોલીસ વડાને કહ્યું તમે આવો મારી સાથે કયા દારૂ વહેચાય તે બતાવુ
મોડી રાતે દિલીપ સંઘાણી ઉગ્ર મૂડમાં આવી ગયા અને હોસ્પિટલથી જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક ફોન કર્યો અને કહ્યું તમે હેડ છો એક્સન લેવા પ્રાઇમરી ફરજ તમારી છે. આ મુદ્દા સરકાર સામે આવી જશે. પોલીસ સામે લીડ લેવા મને લેશ માત્ર સંકોચ નથી. અમારે આંદોલન કરવુ પડે. આવો તમને અહીં પોલીસના ક્યા ક્યા ગોરખ ધંધા ચાલે છે. ક્યા દારૂ વહેચાય છે હું તમને બતાવું. તેમજ સાંસદ નારણ કાછડિયા બોલ્યા પોલીસના રેતીના ધંધા પણ ચાલે છે.

ભાજપ કાર્યકર રાજેશ માંગરોળીયાએ કહ્યું આવતી કાલે વેક્સિનના કાર્યક્રમમાં સી.આર.પાટીલ આવી રહ્યાં છે. અમે તેની તૈયારી કરતા હતા. અધિકારી સોનીએ માર માર્યો અને કહ્યું અહીંથી જતા રહો.

સ્થળની પરમિશન પણ લીધી હતી
સંઘાણી
લાેકાે વધુ વેકસીન લે તે માટેનાે કાર્યક્રમ સિનીયર સિટીઝન પાર્ક ખાતે રાખવામા આવેલ. જેમા ભાજપના કાર્યકરાે, સામાજીક સંસ્થાઓ સાથે મળી અહી મંડપ, પાણી, બેસવાની વ્યવસ્થા કરતા હતા. ત્યારે એએસપી અભય સાેનીએ આવી કામ કરતા કાર્યકરાે સાથે મારકુટ કરતા બે કાર્યકરાે હાેસ્પિટલમા દાખલ કરાયા છે. જેથી આ બાબતનુ ધ્યાન સરકાર અને સંબંધિત વિભાગમા દાેર્યુ છે. કાર્યકર્તાનાે રાેષ હતાે, સવારે ધરણા પર બેસી જવાનુ હતુ. પરંતુ ધ્યેય ધરણા નહાેતા, ધ્યેય લાેકાેને વેકસીન મળે તે હતાે. જેથી આવતીકાલે રવિવારે વેકસીનેશનનાે કાર્યક્રમ પુર્ણ થાય પછી આ અધિકારી સામે પગલા ભરવા સરકારને ફરજ પાડવા નિર્ણય કરાશે.

એએસપીનું આવું વર્તન નિંદનીય છે : સાંસદ કાછડિયા
અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતુ કે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રવિવારે અમરેલી આવતા હાેય અને અમરેલીમા ભાજપના કાર્યકરાે વેકસીનેશન કેમ્પની તૈયારી કરતા હાેય અને મંજુરી પણ લીધી હાેય તેમ છતા શનિવારે રાત્રે એએસપી અભય સાેનીએ બે કાર્યકરાેને મારમાર્યાે તે ઘટના નિંદનીય છે.

પાેલીસ સાથે ગેરવર્તન કર્યું : એએસપી અભય સોની
એએસપી અભય સાેનીએ જણાવ્યું હતુ કે કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું હાેય રાત્રીના સમયે ગાઇડ લાઇન મુજબ કામગીરી માટે પાેલીસની ટીમ નીકળી હતી. અહી કેટલાક લાેકાે સિનીયર સિટીઝન પાર્કમા બેઠા હાેય અહીથી ચાલ્યા જવા માટે કહ્યું હતુ. જાે કે આ લાેકાેએ સીટી પીઆઇની વાત પણ માની ન હતી. અને અમારી સાથે ગેરવર્તન કર્યુ હતુ. અમને પણ ખબર ન હતી કે આ લાેકાે આવતીકાલના વેકસીનેશન કાર્યક્રમ માટે તૈયારી કરે છે. તેમણે કાેઇ સ્પષ્ટતા કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો