તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલીમા સિનીયર સિટીઝન પાર્ક ખાતે ભાજપ કાર્યકર્તાઅાે વેકસીનેશન કેમ્પ માટે તૈયારી કરી રહ્યાં હતા ત્યારે શનિવારે રાત્રીના ભાજપના બે કાર્યકરાેને અેઅેસપીઅે મારમાર્યાે હાેવાના અાક્ષેપ સાથે સિવીલ હાેસ્પિટલમા સારવાર માટે દાખલ થતા મામલાે ગરમાયાે હતાે. ઘટના અંગે છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અાઇજી સહિત રજુઅાત કરતા એએસપી અભય સોનીની તાત્કાલિક ગાંધીનગર બટાલિયન કવાર્ટર માસ્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
હાલ સમગ્ર દેશમા વધુને વધુ લાેકાે વેકસીન લે તેવાે પ્રધાનમંત્રી તેમજ રાજયના મુખ્યમંત્રીનાે ઉદેશ છે. અને અા જનજાગૃતિ માટે સહકારી સંસ્થાઅાે, સામાજીક સંસ્થાઅાે સહયાેગ અાપે અને માેટાપાયે પ્રચાર પ્રસાર થાય તે હેતુથી અમરેલીમા સિનીયર સિટીઝન પાર્ક ખાતે વેકસીનેશન કેમ્પ માટે શનિવારે રાત્રીના અહી ભાજપના કાર્યકર્તાઅાે તૈયારીઅાે કરી રહ્યાં હતા.
અમર ડેરીના ડિરેકટર રાજેશ માંગરાેળીયા અને દિવ્યેશ વેકરીયાને અેઅેસપી અભય સાેનીઅે મારમાર્યાની ફરિયાદ સાથે બંને સારવાર માટે સિવીલમા દાખલ થતા અહી માેડી રાત્રે નાફસ્કાેબના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુકેશ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિક વેકરીયા કાર્યકરાે સાથે હાેસ્પિટલે દાેડી ગયા હતા. દિલીપભાઇ સંઘાણીઅે રાત્રે જ અા ઘટના અંગે મુખ્યમંત્રીને ટેલીફાેનિક જાણ કરી હતી. અા ઉપરાંત ગૃહમંત્રી, અાઇજી તેમજ પાેલીસવડાને પણ જાણ કરાઇ હતી અને અેઅેસપી સામે પગલા લેવા માંગ કરવામા અાવી હતી.
સ્થળની પરમિશન પણ લીધી હતી: સંઘાણી
લાેકાે વધુ વેકસીન લે તે માટેનાે કાર્યક્રમ સિનીયર સિટીઝન પાર્ક ખાતે રાખવામા અાવેલ. જેમા ભાજપના કાર્યકરાે, સામાજીક સંસ્થાઅાે સાથે મળી અહી મંડપ, પાણી, બેસવાની વ્યવસ્થા કરતા હતા. ત્યારે અેઅેસપી અભય સાેનીઅે અાવી કામ કરતા કાર્યકરાે સાથે મારકુટ કરતા બે કાર્યકરાે હાેસ્પિટલમા દાખલ કરાયા છે. જેથી અા બાબતનુ ધ્યાન સરકાર અને સંબંધિત વિભાગમા દાેર્યુ છે. કાર્યકર્તાનાે રાેષ હતાે, સવારે ધરણા પર બેસી જવાનુ હતુ. પરંતુ ધ્યેય ધરણા નહાેતા, ધ્યેય લાેકાેને વેકસીન મળે તે હતાે. જેથી અાવતીકાલે રવિવારે વેકસીનેશનનાે કાર્યક્રમ પુર્ણ થાય પછી અા અધિકારી સામે પગલા ભરવા સરકારને ફરજ પાડવા નિર્ણય કરાશે.
અેઅેસપીનું અાવું વર્તન નિંદનીય છે: સાંસદ કાછડિયા
અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાઅે જણાવ્યું હતુ કે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.અાર.પાટીલ રવિવારે અમરેલી અાવતા હાેય અને અમરેલીમા ભાજપના કાર્યકરાે વેકસીનેશન કેમ્પની તૈયારી કરતા હાેય અને મંજુરી પણ લીધી હાેય તેમ છતા શનિવારે રાત્રે અેઅેસપી અભય સાેનીઅે બે કાર્યકરાેને મારમાર્યાે તે ઘટના નિંદનીય છે.
પાેલીસ સાથે ગેરવર્તન કર્યું : અેઅેસપી અભય સોની
અેઅેસપી અભય સાેનીઅે જણાવ્યું હતુ કે કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું હાેય રાત્રીના સમયે ગાઇડ લાઇન મુજબ કામગીરી માટે પાેલીસની ટીમ નીકળી હતી. અહી કેટલાક લાેકાે સિનીયર સિટીઝન પાર્કમા બેઠા હાેય અહીથી ચાલ્યા જવા માટે કહ્યું હતુ. જાે કે અા લાેકાેઅે સીટી પીઅાઇની વાત પણ માની ન હતી. અને અમારી સાથે ગેરવર્તન કર્યુ હતુ. અમને પણ ખબર ન હતી કે અા લાેકાે અાવતીકાલના વેકસીનેશન કાર્યક્રમ માટે તૈયારી કરે છે. તેમણે કાેઇ સ્પષ્ટતા કરી ન હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.