પશુની હેરાફેરી:નાના આંકડીયા નજીકથી કતલખાને ધકેલાતા બે પશુને બચાવી લેવાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ગેરકાયદેસર પશુની હેરાફેરીની વધુ 1 ઘટના સામે આવી
  • પોલીસે વાહન, પશુ મળી 2.40 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા પશુઓની ગેરકાયદે હેરાફેરીની પ્રવૃતિ વધી રહી છે. ત્યારે તાલુકા પોલીસે નાના આંકડીયા નજીક વાહનમા કતલખાને ધકેલાતા બે પશુને બચાવી લઇ ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે અહીથી 2.40 લાખનો મુદામાલ કબજે લીધો હતો. કતલખાને ધકેલાતા પશુને બચાવી લેવાયાની આ ઘટના અમરેલી તાલુકાના નાના આંકડીયા નજીક બની હતી.

તાલુકા પોલીસે અહીથી પસાર થતા બોલેરો વાહન નંબર જીજે 14 એકસ 0697ને અટકાવી તલાશી લીધી હતી. વાહનમા બે પશુને ખીચોખીચ ક્રુરતાપુર્વક બાંધી રાખી કતલખાને ધકેલવામા આવી રહ્યાં હોય પોલીસે બચાવી લીધા હતા. પોલીસે અહી વાહનના ચાલક સાહિલ યુસુફ ભાડુલા નામના શખ્સને ઝડપી લઇ કુલ રૂપિયા 2.40 લાખનો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.આર.મહેતા ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરી એક વખત જિલ્લામા પશુઓને ગેરકાયદે કતલખાને ધકેલવાની પ્રવૃતિ ફુલીફાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...