અમરેલી જિલ્લાની ધારી-બગસરા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના બે મહિલા સદસ્યોએ રાજીનામું ધરી દીધું હતી. જેથી આપ પાર્ટીને મોટો ફટકો પડયો છે. ધારી તાલુકા પંચાયતના મીઠાપુર ડુંગરીના સદસ્ય નિમળાબેન વાળાએ અને ધારગણી જિલ્લા પંચાયત સદસ્ય પારૂલબેન દોગાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ ધરી દીધું છે. તેઓએ અપક્ષના ઉમેદવારને સમર્થન જાહર કર્યું છે.
અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર વાળાને ખુલ્લું સમર્થન જાહેર કર્યુ
આ બંને મહિલા સદસ્યો અગાવ સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ચૂંટાઇ આવ્યાં બાદ આજે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને પત્ર મારફતે રાજીનામું ધરી દેતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. અહીં અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર વાળાને ખુલ્લું સમર્થન જાહેર કર્યુ છે. હાલ ધારી વિધાનસભા બેઠક ઉપર રાજકારણ ગરમાયુ છે.
અપક્ષ ઉમેદવાર પણ પહેલા 'આપ' પાર્ટીમાં હતો
આ બેઠક પર ભાજપના જે.વી.કાકડીયા ઉમેદવાર છે. તેમજ કોંગ્રેસના ઉમેદવાર ડો.કીર્તિ બોરીસાગર છે. અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર વાળા ચલાલા નજીજ આવેલા મીઠાપુર ગામના રહેવાસી છે. અગાવ આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ બે બેઠક ઉપેન્દ્રવાળાની આગેવાનીમાં જીત થઈ હતી. સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ વખતે હાલ અપક્ષના ઉમેદવાર ઉપેન્દ્રવાળા આમ આદમી પાર્ટીમાં હતા. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહી મળતા તેઓએ આપ પાર્ટી સાથે છેડો ફાટી અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડી રહ્યા છે. હાલ આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી અને અપક્ષ વચ્ચે સીધો જંગ જામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.