હાલાકી:ડુંગરમાં રેલવે સ્ટેશન પર ટીકીટ ન મળતા મુસાફરો પરેશાન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના ડુંગરમા રેલવે સ્ટેશન પર પાછલા કેટલાક દિવસોથી મુસાફરોને ટીકીટ આપવામા આવતી નથી. અહી માત્ર મુસાફરોના નામ લખી તેને ટ્રેનમા બેસાડવામા આવી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી રહી છે. અહીના ડુંગર રેલવે સ્ટેશન પરથી મહુવા ભાવનગરની ટ્રેન દોડે છે. જો કે પાછલા પંદરેક દિવસથી અહીના રેલવે સ્ટેશન પર મુસાફરોને ટીકીટ આપવામા આવતી નથી.

આ પ્રશ્ને સ્થાનિક આગેવાન વજુભાઇ સરવૈયાએ જણાવ્યું હતુ કે રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને ટીકીટ આપવામા આવતી નથી. જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના માત્ર નામ લખવામા આવે છે અને બાદમા ટ્રેનમા બેસાડવામા આવે છે. પરંતુ એક જ નામની બે વ્યકિત હેાય ત્યારે મુશ્કેલી પડે છે. ત્યારે ડુંગર રેલવે સ્ટેશન પરથી મુસાફરોને ટીકીટ આપવામા આવે તેવી તેમણે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...