હાલાકી:રાજુલા પોસ્ટ ઓફિસમાં સ્ટાફના અભાવે અરજદારોને મુશ્કેલી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધા પેન્શન સહિતની સેવાઓ ખોરવાતા લોકોમાં રોષ
  • ચેમ્બર ઓફ કોમર્સની હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત

રાજુલામાં આવેલ પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી સ્ટાફની ઘટ છે. જેના કારણે અહી આવતા અરજદારોને હાલાકી વેઠવી પડે છે. કામગીરી માટે ધક્કા ખાવા પડે છે. અહીની પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટ પૂર્ણ કરવા ચેમ્બર ઓફ કોમર્સએ અમરેલી હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ જણાવ્યું હતું કે રાજુલા પોસ્ટ ઓફિસમાં મોટા ભાગના ટેબલો ઉપર સ્ટાફ નથી. જેના કારણે વૃદ્ધાવસ્થા પેન્શન - રીકરીંગ, બચતખાતાની લેવડ- દેવડ, એન.એસ.સી, કિશાન વિકાસપત્રો સહિતની કામગીરી માટે લોકોની લાઈનો લાગે છે.

કર્મચારીઓ ન હોવાથી લોકોને કામગીરી માટે આખો દિવસ ઈંતજાર કર્યા પછી પણ કામગીરી વગર જ ઘરે પરત ફરવું પડે છે.જેના કારણે સામાન્ય લોકોના સમયસર કામ થતા નથી. ત્યારે રાજુલા પોસ્ટ ઓફિસમાં નવા સ્ટાફની નિમણૂંક કરવા અને સ્ટાફની સમયસર હાજરી આપવા અંગે તેણે માંગણી કરી હતી. રાજુલાના લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત કરી હતી.