તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલી પાઠવતો કાર્યક્રમ:જિલ્લા કોંગ્રેસ સમિતીના કોરોનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાસુમન અર્પણ

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યા

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા આત્માઓને શ્રદ્ધાંજલી પાઠવતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમાં તાજેતરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો. અત્યંત વિકટ પરિસ્થિતિમાં રાજ્યભરમાં અનેક લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે. રૈયાણીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલી પાઠવતો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.આ તકે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઇ પંડ્યા, પ્રદેશ મહિલા મહામંત્રી હંસાબેન જોષી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઇ ભંડેરી, લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઇ કાકડીયા, જમાલભાઇ મોગલ, સંદીપભાઇ પંડ્યા, નારણભાઇ મકવાણા, રાવતભાઇ ધાધલ, રવજીભાઇ મકવાણા અને રમેશભાઇ ગોહિલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...