વિશ્વ પર્યાવણ દિવસની ઉજવણી:જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેક-ઠેકાણે વૃક્ષારોપણ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન કવર વધારવામાં સહભાગી થવા માટે જિલ્લા વહિવટી તંત્રની પણ અપીલ: વન વિભાગે વૃક્ષના રોપા વિતરણ કર્યા

અમરેલી જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ કરાયું હતું. જિલ્લામાં ગ્રીન કવર વધારવા માટે સહભાગી થવા માટે જિલ્લા વહિવટી તંત્રએ પણ અપીલ કરી હતી. સાથે સાથે જુદી જુદી સંસ્થાઓએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

વન વિભાગે પણ વૃક્ષારોપણ નિમિત્તે જુદા જુદા પ્રકારના વૃક્ષો અને ફુલના શોડનું વિતરણ કર્યું હતું. અમરેલીમાં સિનીયર સીટીઝન પાર્કમાં વન વિભાગની ટીમે વૃક્ષના રોપા વિતરણ કર્યા હતા. જિલ્લાભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલીમાં ફાયર સ્ટેશન ખાતે વૃક્ષારોપણ
અમરેલીના હિરગબાગ ફાયર સ્ટેશન ખાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની હસ્તે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહી મોટા વૃક્ષ અને ફુલશોડનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે સીટી મામલતદાર અને ચિફ ઓફિસર અને વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ફાયર ઓફિસર એચ.સી.ગઢવી અને લીડીંગ ફાયર ઓફિસર હરેશભાઈ સરતેજાએ જહેમત ઉઠાવી હતી.

વડિયામાં 108ના કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું
વડીયામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 અને હોસ્પિટલના સ્ટાફે વૃક્ષારોપણ કર્યું હતું. અહી લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી હતી. આ તકે ડો. પ્રતિક ડોડીયા, ડો. દષ્ટિ વાધાણી, 108ના પાયલોટ ભરતભાઈ, ઈએટી રજનીકભાઈ, વિશ્રુતીબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ વૃક્ષારોપણમાં જોડાયા
​​​​​​​લાઠી રોડ પર આવેલ ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલ ખો યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ઔષધિય છોડ સહિતના 75 વૃક્ષોના છોડનું એક સાથે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

રાજુલામાં જુદા જુદા સ્થળે વૃક્ષારોપણ
રાજુલામાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અને વન વિભાગ તેજલબેન દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા સ્થળે વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે આરએફઓ મકરાણી, તેજલબેન દુધરેજીયા, જીજ્ઞાબેન લાધવા, ચાંદનીબેન વાળા, હિતેષભાઈ કતરીયા, નાયબ મામલતદાર જોષી અને રાકેશભાઈ જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જાફરાબાદ કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
​​​​​​​કોર્ટ પરિષરમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે બારએશોસીએશનના તમામ સદસ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...