બાબરા:ચમારડીમાં ભારે પવન ફૂંકાતા લીમડાનું વૃક્ષ ચાલુ બાઇક પર પડ્યું, 2ને ઈજા

બાબરા3 વર્ષ પહેલા
બાઇકચાલકને ગંભીર ઇજા
  • વૃક્ષના છાંયડા નીચે પાર્ક કરેલી કારને નુકસાન પહોચ્યું

બાબરાના ચમારડી ગામમાં આજે ભારે પવન ફૂંકાતા લીમડાનું વૃક્ષ રસ્તા પરથી પસાર થતા બાઇક પર પડ્યું હતું. જેમાં બાઇક ચાલક અને તેની પાછળ બેઠેલા વૃદ્ધને ઈજા પહોંચી હતી. આ સાથે જ વૃક્ષના છાયડા નીચે પાર્ક કરેલી કારને પણ નુકસાન પહોંચ્યું હતું. મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને 108 મારફતે બાબરાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે મોટરસાયકલ ચાલક અને વૃદ્ધ બંને બેંકના કામે બહાર જતાં હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. ઈજા પામનાર બંને વ્યક્તિ ચમારડીના રહેવાસી છે.

(રાજુ બસીયા, બાબરા)

અન્ય સમાચારો પણ છે...