તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરીયર્સ:ખુદ સંક્રમિત થયા છતાં કાેરાેનાના 900થી વધુ દર્દીની સારવાર કરી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • અેક-અેક દર્દીને બચાવવા સતત સંઘર્ષરત રહ્યાં સિવીલના તબીબ
 • ગાયનેક પત્નીઅે પણ કાેરાેનાગ્રસ્ત મહિલાઅાેની ડિલેવરી કરાવી

એમના પર સતત અમરેલી સિવીલના કાેરાેના વાેર્ડની જવાબદારી રહી. દિવસ રાત જાેયા વગર તેઅાે કાેરાેનાગ્રસ્ત દર્દીને બચાવવા ઝઝુમતા રહ્યાં. અેક તબક્કે ખુદ તેમને પણ કાેરાેના થઇ ગયાે. 28 દિવસ સુધી લાંબી સારવાર લેવી પડી. અને સાજા થયા બાદ ફરી કાેરાેનાના દર્દીઅાેની સારવારમા લાગી ગયા છે. અા સંઘર્ષગાથા છે અમરેલીના અેક સાચા કાેરાેના વાેરીયર્સ ડાેકટર વિજય વાળાની.

ડાેકટરાેને કાેઇ અમથુ ભગવાનનુ બીજુ સ્વરૂપ નથી ગણતુ. ખુદ પાેતાનાે જીવ જાેખમમા મુકીને પણ તેઅાે દર્દી નારાયણની સેવામા હાેય છે. અમરેલી સિવીલના ફિઝીશ્યન ડાેકટર વિજય વાળા પર કાેરાેના કાળમા ખુબ માેટી જવાબદારી હતી. તેઅાે સિવીલમા અેકમાત્ર અેમડી ફિઝીશ્યન હાેય કાેરાેના વાેર્ડની સઘળી જવાબદારી પ્રથમથી જ તેમના પર અાવી પડી. અને તેઅાે દિવસ રાત જાેયા વગર પ્રથમથી જ દર્દીની સેવામા લાગી ગયા. શરૂઅાતમા તાે અેક હજારથી વધુ અેવા શંકાસ્પદ દર્દીઅાેની સારવાર કરી જેમાથી કાેઇ કાેરાેના પાેઝીટીવ ન હતુ. અેકવાર કાેરાેના પાેઝીટીવ દર્દીનાે સીલસીલાે ચાલુ થયા બાદ પીક પર પણ પહાેંચી ગયાે. હાેસ્પિટલ દર્દીઅાેથી ભરાઇ ગઇ, ડાેકટર વિજય વાળા અને તેની ટીમનાે સંઘર્ષ સતત ચાલુ રહ્યાે. બાદમા તાે શહેરના ખાનગી તબીબાેની પણ કાેરાેના વાેર્ડમા મદદ લેવાનુ શરૂ કરાયુ.

ડાેકટર વાળા કહે છે શરૂઅાતમા તાે 28 દિવસ સુધી ઘરે પણ ગયાે ન હતાે. રાતે મેડિકલ કાેલેજની હાેસ્ટેલના અેક રૂમમા જઇ સુઇ જતાે હતાે. પરિવારથી દુર રહેવાનાે કાેઇ અફસાેસ ન હતાે. કારણ કે સ્થિતિ સંભાળવાની જવાબદારી અમારી ટીમ પર હતી. પાેઝીટીવ દર્દીઅાેની સારવાર કરતા કરતા મને પણ ઇન્ફેકશન લાગ્યુ.

28 દિવસ સુધી અમદાવાદમા સારવાર લેવી પડી. સાજા થયા બાદ ફરી ડયુટીમા લાગી ગયાે છું. હાેસ્પિટલમાથી સાજા થઇ રજા લેતા દર્દીના ચહેરા પર ખુશી જાેઉ અે જ મારી ખુશી છે.મહામારીના કપરા કાળમા સમાજના અનેક લાેકાેઅે અામ જનતાને લડતા શિખવ્યું, ઝઝુમતા શિખવ્યું, ડાેકટર વિજય વાળા જેવા લાેકાેઅે લડતા પણ શિખવ્યું અને પાેતાના ભાગે પણ લડવાનુ અાવ્યું.

જૂનાગઢ સિવીલના 97 કર્મીઓએ કોરોનાને હરાવી દર્દીની સારવાર કરી
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતા તબીબો, નર્સિગ સ્ટાફ, પટ્ટાવાળા, સફાઇ કામદાર સહિતનો સ્ટાફ કોરોના પોઝીટીવ આવ્યો હતો.સિવીલના 97 સ્ટાફને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમાં 54 પુરૂષ અને 43 મહિલાઓનો સમાવેશ થાય છે. આ સ્ટાફમાં ડોક્ટરો, નર્સિગ, પટ્ટાવાળા, સફાઇ કામદાર સહિતનો સમાવેશ થાય છે. ત્યારે આ તમામ સ્ટાફ કોરોનાની પુરતી સારવાર મેળવી કોરોનાને હરાવી પરત પોતાની ફરજમાં દર્દીઓની સારવારમાં લાગી ગયા છે.દિવસ-રાત કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો, સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. પરંતુ હિંમત ન હારી કોરોનાની સારવાર મેળવી પરત હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવામાં લાગી ગયા છે.

માેટી ઉંમરના લાેકાે ભુખ ન લાગે કે થાક લાગે તાે પણ ટેસ્ટ કરાવે : ડાે.વાળા
ડાેકટર વિજય વાળાઅે પાેતાના અનુભવ અને નવા ટ્રેન્ડના અાધારે જણાવ્યું હતુ કે માેટી ઉંમરના લાેકાેઅે શરદી, તાવ, ઉધરસ ભલે ન હાેય ભુખ લાગતી ન હાેય, થાક લાગે, શરીરમા નબળાઇ લાગે તાે પણ ટેસ્ટ કરાવવાે જાેઇઅે. તે કાેરાેનાના લક્ષણ હાેય શકે છે. અાવા લાેકાેનુ વહેલુ નિદાન થાય તાે જાેખમ અાેછુ રહે છે. તેમણે યુવા વર્ગને પણ પાેઝીટીવ અાવ્યા બાદ હાેમ અાઇસાેલેટ થવા માટે ઉતાવળીયાે નિર્ણય ન કરવા અને ડાેકટર પર નિર્ણય છાેડવા અપીલ કરી હતી.

પત્ની પણ કાેરાેના વાેરિયર્સ : કાેરાેના -ગ્રસ્ત પ્રસુતાઅાેની કરાવી ડિલેવરી
ડાેકટર વિજય વાળાના પત્ની ડાેકટર ધ્રુતિ વાળા સ્ત્રીરાેગ નિષ્ણાંત તબીબ છે અને અમરેલી સિવીલમા ફરજ બજાવે છે. તાજેતરમા અેક કાેરાેનાગ્રસ્ત સગર્ભા મહિલાની પ્રસુતિ કરાવી તેમણે ત્રણ બાળકાેને જન્મ અપાવ્યાે હતેા. ગત સપ્તાહે પણ અેક કાેરાેના પાેઝીટીવ મહિલાની તેમણે પ્રસુતિ કરાવી હતી. અામ પતિ પત્ની બંને કાેરાેના સામે જંગ લડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો