તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Transmission Of Corona In Amreli District On The Way To Increasing Villages Lockdown, Announcement Of Voluntary Lockdown In Devka And Kovaya Villages Of Rajula

સ્વયંભૂ લોકડાઉન:અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા ગામડાઓ લોકડાઉનના માર્ગે, રાજુલાના દેવકા અને કોવાયા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

અમરેલી5 મહિનો પહેલા

રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. તેમાં અમરેલી જિલ્લો પણ બાકાત નથી.ત્યારે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ લોકડાઉન તરફ જઈ રહ્યા છે. આજે રાજુલા તાલુકાના બે ગામ તરફતી 15 દિવસના સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામા આવી છે.

દેવકા ગ્રામ પંચાયત દ્વારા 14 દિવસનું લોકડાઉન કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વતન એવા રાજુલા તાલુકાના દેવકા ગામમાં 30 તારીખ સુધીનું લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે. દેવકા ગ્રામ પંચાયત દ્વારા 14 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો છે.

કોવાયા ગામમાં 14 દિવસનું લોકડાઉન રાજુલા તાલુકા ના કોવાયા ગામમાં આજે સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રી સહીતના લોકો દ્વારા એક ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી હતી. જેમાં 30 એપ્રિલ સુધી ગામમાં લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ઉપરાંત અમદાવાદ સહીત મહાનગરો માંથી આવતા લોકોને પણ 14 દિવસ ઘરે રહી હોમ ક્વોરોન્ટાઇન રેહવા, માસ્ક અને સોશિયલ ડીસ્ટંસના નિયમોનું પાલન કરવા સૂચના આપવામા આવી છે.

બાબરામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ચે્મબરની માગ અમરેલી જિલ્લામાં આવેલા બાબરા શહેરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેક્ટર ને પત્ર લખી રજુઆત કરવામા આવી છે.અહીં દર્દીની સંખ્યા વધી રહી છે જેથી બાબરા શહેરમાં કોવિડ 19 સેન્ટર શરૂ કરવા માટે રજૂઆત કરવામા આવી છે.

રાજુલા APMCના ઉપપ્રમુખ દ્વારા ઝડપી વેક્સિન લેવા અપીલ રાજુલા માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ મનુભાઈ ધાખડા એ કહ્યું હાલમા તમામ 45 વર્ષ ના લોકો જે વેક્સીન આપવાની બાકી હોય તેવા લોકો તાકીદે વેક્સીન આપવા આવે અથવા વધુ વેક્સીન લોકો ઝડપથી લે તેવી સોશ્યલ મીડિયાના માધ્યમ થી પ્રજા ને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...