રજુઆત:બાબરા સિવીલની કાયાપલટ કરો, ચેમ્બરના પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીને આધુનિક સુવિધા માટે રૂબરૂ રજુઆત

બાબરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાબરામા સામુહિક આરોગ્ય કેન્દ્ર અાવેલુ છે. પરંતુ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુબ જ નાની જગ્યામાં હોય જેના લીધે લોકોને અને દર્દીઓને પૂરતી સુવિધાઓ મળતી ન હોય જેથી બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ દ્વારા ગુજરાત રાજ્યના આરોગ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરવામા અાવી હતી. અારાેગ્ય મંત્રીને કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે બાબરા તાલુકામા 58 ગામો આવેલા છે. અને શહેર અને તાલુકાની આશરે વસ્તી દોઢ લાખ જેટલી છે. દરરાેજ માેટી સંખ્યામા દર્દીઅાે સામૂહિક આરોગ્ય કેન્દ્રમા સારવાર લેવા માટે આવતા હોય છે.

આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોને અને દર્દીઓને પુરતા પ્રમાણમાં સુવિધાઓ મળતી નથી. જેથી દર્દીઓનો બહારગામ સારવાર લેવા માટે જવું પડે છે. હાલ બાબરા સીએચસીમાં દરરોજના 400થી વધુ ઓપીડી રહે છે. તેમજ ઋતુજન્ય રોગચાળામા ઓપીડીની સંખ્યામાં ખુબ જ મોટા પ્રમાણમાં વધે છે. હાલ હાેસ્પિટલની બિલ્ડીંગ પણ જર્જરિત જેવી બની ગઇ છે.

અા ઉપરાંત એમડી ફિઝીશયન અને સર્જન સહિત બાળરોગ, સ્ત્રીરોગના નિષ્ણાત તબીબની સાથે આંખ દાંત અને હાડકાના તબીબોની જગ્યાઓ પણ વર્ષોથી ખાલી છે. આમ બાબરા તાલુકાના મુખ્ય સરકારી દવાખાનાની હાલત દિન પ્રતિદિન કથળતી જાય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાની જનતાની આરોગ્ય સેવા માટે નવુ અને આધુનિક સુવિધાઓ સાથેનું સીઅેચસી સેન્ટર આપવામાં આવે તેવી રજુઆત કરવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...