ચૂંટણીલક્ષી તાલીમ:અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજવામાં આવી

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના અનુસંધાનમાં અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજવામાં આવી હતી. ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા અધિકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં જનરલ ઓબ્ઝર્વર 94 - ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારના ઓબ્ઝર્વર સુરજ કુમાર, 95 - અમરેલી અને 96- લાઠી વિધાનસભા મતવિસ્તારના ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રા તથા 97 - સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તાર તેમજ 98 - રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના ઓબ્ઝર્વર બાલાચંદ્ર એસ. એન. સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં આ તાલીમમાં માસ્ટર ટ્રેઈનર તરીકે લાઠી બાબરા ચૂંટણી અધિકારી -વ- પ્રાંત અધિકારી ટાંકે ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન અને માહિતી આપી હતી. ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા અધિકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવનારા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...