અમરેલીમા અાજે સાંસદ નારણભાઇ કાછડીયાઅે કેન્દ્ર સરકારના ચાલુ વર્ષના બજેટ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લાની જનતા જે બ્રાેડગેજ લાઇન શરૂ થવાની રાહ જાેઇ રહી છે તે ઇંતેજાર હવે ખતમ થશે. ઢસા જેતલસર વચ્ચે બ્રાેડગેજ લાઇનનુ કામ મહદઅંશે પુર્ણ થઇ ગયુ છે અને અાગામી પહેલી અેપ્રિલથી અા નવા તૈયાર થયેલા ટ્રેક પર ટ્રેન દાેડવા લાગશે. અા ટ્રેક પર સાેમનાથથી અમદાવાદ સુધીનાે સાેમનાથ મેલ પણ ફરી દાેડશે.
તેમણે જણાવ્યું હતુ કે ખીજડીયાથી ધારી તાલાળાવાળી લાઇનને બ્રાેડગેજમા રૂપાંતરીત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે ફાેરેસ્ટ વિભાગની મંજુરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. સાેમનાથ ભાવનગર નેશનલ હાઇવેનુ કામ 70 ટકાથી વધુ પુર્ણ થયુ છે. અને બાકીનુ કામ ચાલુ વર્ષના અંત સુધીમા પુર્ણ થઇ જશે. મહુવાથી જેતપુર નેશનલ હાઇવેના કામ માટે જમીન સંપાદનનુ કામ ચાલુ છે. સાવરકુંડલા સુધીની જમીન સંપાદિત થઇ ચુકી છે. બાકીની જમીન હવે સંપાદિત થશે. ઉપરાંત ઉના, નાગેશ્રી, ખાંભાથી બાબરા થઇ ચાેટીલાના નેશનલ હાઇવે માટે પણ સર્વે ચાલુ છે. ઉનાથી બગસરાના નેશનલ હાઇવેનાે પણ સર્વે ચાલી રહ્યાે છે.
જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમા તેમણે જણાવ્યું હતુ કે અા વર્ષનુ બજેટ અમૃતકાળનુ બજેટ છે. અાઝાદીના 100 વર્ષ થાય ત્યાં સુધીમા અાવનારા 25 વર્ષની દેશની દિશા નક્કી કરનારૂ બજેટ રજુ થયુ છે. જેમા 60 લાખ નવી રાેજગારી ઉપરાંત ગતિ શકિત, સંકલિત વિકાસ, ઉત્પાદન વધારાે અને રાેકાણ માટે નાણાકીય સહાય પર પ્રાધાન્ય અપાયુ છે. હાલમા દેશમા 53 પ્રકારના રાે-મટીરીયલ્સ વિદેશથી અાયાત કરવામા અાવે છે. હવે તેનુ ભારતમા ઉત્પાદન વધારી સરકાર ઇન્સેટીવ અાપશે. અા માટે 4 લાખ કરાેડની સ્કીમ અમલમા લવાઇ છે. અાજના ડિઝીટલ યુગમા ડિઝીટલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાેગવાઇ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.