સુવિધા:634 દિવસ પછી આજથી અમરેલીથી જૂનાગઢ અને વેરાવળની ટ્રેન ફરી દોડશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકડાઉન વખતથી બંધ કરાયેલી બંને ટ્રેન ફરી દોડતી થશે : બંને ટ્રેનનું ભાડું લોકલના બદલે એકસ્પ્રેસ ટ્રેનનું

રેલવે તંત્ર દ્વારા અમરેલીથી જૂનાગઢ વચ્ચે અગાઉ ચાલતી લાેકલ ટ્રેનના બદલે હવે અા વિશેષ ટ્રેન ચલાવવામા અાવશે. અાવી જ રીતે અમરેલી વેરાવળ વચ્ચે પણ સ્પેશ્યલ ટ્રેન દાેડાવવામા અાવશે. ગત વર્ષે માર્ચ માસના અંતમા સરકાર દ્વારા લાેકડાઉન લદાયુ તે સાથે અમરેલીથી વેરાવળની બંને ટ્રેન તથા અમરેલીથી જુનાગઢની ટ્રેન બંધ કરી દેવાઇ હતી. થાેડા સમય પહેલા વેરાવળની અેક ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે શરૂ કરાઇ હતી. જયારે બાકીની ટ્રેન અાજે 16મી તારીખથી શરૂ કરવામા અાવી હતી. અા ટ્રેન બપાેરે 12:50 કલાકે વેરાવળથી ઉપડી અમરેલી સ્ટેશને પહાેંચી હતી.

હવે અમરેલી સ્ટેશનેથી અા ટ્રેન 634 દિવસના લાંબા સમયગાળા બાદ અાવતીકાલે પ્રથમ વખત વેરાવળ માટે રવાના થશે. અા સ્પેશ્યલ ટ્રેન અમરેલીથી બપાેરે 12:05 કલાકે ઉપડશે અને 17:20 કલાકે વેરાવળ પહેાંચશે. અગાઉ અા ટ્રેનમા લાેકલ ભાડુ લેવાતુ હતુ પરંતુ અા વિશેષ ટ્રેનનુ ભાડુ મેલ અેકસ્પ્રેસ ટ્રેન જેટલુ રહેશે.

અાવી જ રીતે અાવતીકાલે 17મીથી અમરેલીથી જુનાગઢની ટ્રેન પણ શરૂ થશે. અા ટ્રેન દરરાેજ 6:25 કલાકે અમરેલીથી ઉપડશે અને 10:15 કલાકે જુનાગઢ પહાેંચશે. જુનાગઢથી અા ટ્રેન સાંજે 17:40 કલાકે ઉપડશે અને 21:30 કલાકે અમરેલી પહાેંચશે. દાેઢ વર્ષ કરતા વધુ લાંબાે સમય સુધી અા બંને ટ્રેનાે બંધ રહી હતી. તાજેતરમા મીટર ગેજ ટ્રેનાે ફરી શરૂ કરવાનાે નિર્ણય કરાયા બાદ અાખરે હવે અમરેલીથી જુનાગઢ અને વેરાવળની ટ્રેનાે રાબેતા મુજબ દાેડવા લાગશે.

કયા કયા સ્ટેશન પર ઉભી રહેશે ટ્રેન
અમરેલીથી વેરાવળની ટ્રેન અમરેલી, ચલાલા, ધારી, ભાડેર, જેતલવડ, વિસાવદર, સતાધાર, કાંસીયાનેસ, સાસણ ગીર, ચિત્રાવડ, તાલાલા અને સવની સ્ટેશન પર અાવતા જતા ઉભી રહેશે. અાવી જ રીતે અમરેલી જૂનાગઢ ટ્રેન અમરેલીપરા, ચલાલા, ધારી, ભાડેર, જેતલવડ, વિસાવદર, જુની ચાવંડ, બિલખા અને તાેરણીયા સ્ટેશન પર અાવતી તથા જતી વખતે ઉભી રહેશે.

અપડાઉન કરતા લાેકાેને ભાડંુ માેંઘું પડશે
અમરેલીથી ધારી અને જુનાગઢ સુધી અનેક લાેકાે અા ટ્રેનમા અપડાઉન કરતા હતા. ખાસ કરીને નાેકરી કરતા વર્ગના લાેકાે માટે અા ટ્રેન અનુકુળ પડે છે. માેટી સંખ્યામા લાેકાે નિયમીત પાસ પણ કઢાવી લે છે. પરંતુ હવે અા ટ્રેનમા અેકસ્પ્રેસ ટ્રેનનુ ભાડુ વસુલાશે જેથી અપડાઉન કરતા લાેકાેને માેંઘુ પડશે.

અગાઉ અેક સ્પેશ્યલ ટ્રેન શરૂ થઇ ચુકી છે
લાેકડાઉન પહેલા અમરેલીથી વેરાવળ વચ્ચે દિવસ દરમિયાન બે ટ્રેન દાેડતી હતી. મીટરગેજ લાઇન પર દાેડતી અા બંને ટ્રેન લાેકલ હતી. થાેડા સમય પહેલા અમરેલી વેરાવળ વચ્ચે અેક સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાઇ હતી. હવે બીજી ટ્રેન પણ દાેડવા લાગશે.

અન્ય સમાચારો પણ છે...