તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખલાઓનો આતંક:રાજુલામાં આખલાઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ, એક મહિલાને આખલાએ ઇજા પહોંચાડી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના રેસિડન્ટ વિસ્તાર સોસાયટીમાં આખલાઓ વચ્ચે યુદ્ધથી રહીશો પરેશાન અનેક સોસાયટી સહિત શહેરી વિસ્તારમાં ગંદકીના ગંજ અને સફાઈના અભાવે લોકો રોષિત

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં હવે આખલાનો આતંક વધી રહ્યો છે. શહેરના જાફરાબાદ રોડ અને શ્રીજી નગર સોસાયટી સહિતના વિસ્તારમાં આખલાની સંખ્યા વધી રહી છે. આખલા યુદ્ધના કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે અને સોસાયટી વિસ્તારમાં રહીશોના વાહનોમાં પણ નુકસાન પોહચાડી રહ્યા છે. શ્રીજીનગર સોસાયટીમાં આખલાએ એક મહિલાને ગંભીર ઇજા પહોંચાડી હતી. મહિલાને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમા ખસેડવામા આવી છે. રહેણાક વિસ્તારમાં આખલાઓના યુદ્ધથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને નગરપાલિકા દ્વારા તાકિદે આ દિશામાં કંઇક ઘટતું કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.

પાલિકા આખલાઓ પકડવાની ઝુંબેશ શરૂ કરેનગરપાલિકા દ્વારા આખલાઓ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માગ શહેરીજનો કરી રહ્યાં છે. બીજી તરફ ગટરના પાણી પણ ઉભરાય છે. સફાઈનો અભાવ હોવાના કારણે ગંદકીના ગંજ અને ઉકરડાના ઢગ જોવા મળી રહ્યાં છે. એક તરફ આખલાનો ત્રાસ અને બીજી તરફ ગંદકી હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આખલાઓને પકડવાની સાથે પાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવવી જોઇએ તેવી માગ ઉઠી છે. જાફરાબાદ રોડ,મફત પરા,જૂની ટોકીઝ વિસ્તાર મારુતિ ધામ વિસ્તાર,ડોળીના પટ વિસ્તાર,બાવળિયાવાડી વિસ્તાર,ગોકુલનગર સોસાયટી,બ્રાહ્મણ સોસાયટી,વિસ્તારમાં સફાઈ કરવા માંગણી ઉઠી બીજી તરફ શહેરમાં આવેલા ગટર લાઈન નિયમિત સફાઈ નહીં થવાના કારણે કેટલીક વખત ગટરના પાણી ઉભરાવવાની ઘટના પણ સામે આવી રહી છે.

મોટાભાગે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે રાત્રે મુશ્કેલીરાજુલાના શ્રીજીનગર, ગોકુલનગર, ધારનાથ સોસાયટી, બાવળિયાવાડી, જાફરાબાદ રોડ વિવિધ મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે રાત્રે આખલા યુદ્ધ કરે છે. તો કેટલીક જગ્યાએ રસ્તા વચ્ચે બેસી અડિંગો જમાવે છે. લોકો ઉપર મોટો અકસ્માતનો ખતરો મંડરાયેલો છે. જેથી શહેરીજનોમાં નારાજગી વધી રહી છે.

પલિકાના સદસ્યો ધ્યાન આપે તો સારુંઃ ધવલ દુધરેજીયા ધવલ દુધરેજીયાએ જણાવ્યું હતું કે આખલાનો આતંક વધ્યો છે. સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને 1 મહિનો વિત્યો છે. વાવાઝોડા બાદ હવે તો પાલિકાના સદસ્યો જાગે અને અધિકારીઓ સ્ટ્રીટ લાઇટના કામમાં ધ્યાન આપે. સોસાયટી વિસ્તારની દશા બગડી ગઇ છે. આખલા હુમલો કરે છે. આવી જ રીતે દરેક સોસાયટીના લોકો પરેશાન છે. રાતે અંધારપટ છવાઇ જાય છે.

ગંદકીના ગંજના કારણે પશુ આખલાનો ત્રાસ વધ્યો રાત્રે સ્ટ્રીટ લાઈટ પણ બંધ
ગંદકીના ગંજના કારણે પશુ આખલાનો ત્રાસ વધ્યો રાત્રે સ્ટ્રીટ લાઈટ પણ બંધ
અન્ય સમાચારો પણ છે...