ચોરી:લીલીયામાં એકસાથે ચાર સ્થળે તસ્કરો ત્રાકટયા

લીલીયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીલીયા પંથકમા તસ્કરીનો ઉપદ્વવ વધી રહ્યો છે. ગઇકાલે લીલીયા શહેરના હાર્દસમા અમરેલી રોડ પર એકસાથે ચાર સ્થળે ત્રાટકી તસ્કરોએ જાણે પોલીસને ચેલેન્જ ફેંકી હતી. લીલીયાની આ ચોરીઓ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોય ખરેખર કેટલી મતા ચોરાઇ તે સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. લીલીયામા મોટા ઉમીયા મંદિર પાસે ઘનશ્યામભાઇ બારૈયાની મોટર સાયકલ ગઇરાત્રે ચોરાઇ ગઇ હતી. આ ઉપરાંત અમરેલી રોડ પર આવેલ ભવાની કિરાણા સ્ટોરના તાળા પણ તોડી તસ્કરોએ ચોરી કરી હતી.

ગાયત્રી મંદિર પાસે આવેલ ચબુતરો પણ તસ્કરોએ તોડયો હતો અને અહીના ભારત ગેસનુ શટર પણ તોડયુ હતુ. અહી રાત્રીના સમયે પોલીસના યોગ્ય પેટ્રોલીંગનો અભાવ જોવા મળી રહ્યો છે. જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. અને શહેરની મધ્યમા આવેલા વિસ્તારમા ચોરી કરી હતી. આ વિસ્તારમા પાછલા કેટલાક સમયથી તસ્કરીનો ઉપદ્વવ વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...