તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા વકરી:અમરેલીમાં શાકમાર્કેટ રોડ, સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરી

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા રોડના કામના કારણે જિલ્લા પં., રાજ મહેલ કેમ્પસ રોડ પણ ડાઈવર્ટ

અમરેલી શહેરમાં નાગનાથ સર્કલ પાસે નવો રોડ બની રહ્યો છે. જેના કારણે જિલ્લા પંચાયત રોડ અને રાજ મહેલ કેમ્પસ રોડને ડાઇવર્જન કરવામાં આવ્યા છે. અહીંના શાકમાર્કેટ રોડ અને સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરી છે. ખાનગી બસો પણ બેફામ દોડતી હોવાથી રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

અમરેલીમાં નાગનાથ સર્કલ પાસે છેલ્લા ત્રણ માસથી આધુરો પડેલા માર્ગના સ્થાને નવા રોડની કામગીરી હાથ ધરાય છે. જેના પગલે જિલ્લા પંચાયત રોડ ઉપરાંત રાજમહેલ કેમ્પસ રોડ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેના કારણે એસટી બસ, ખાનગી બસો અને અન્ય વાહન ચાલકો શાકમાર્કેટ રોડ અને સ્ટેશન રોડ પરથી ચાલી રહ્યા છે. અહીં દિવસ દરમિયાન સતત ટ્રાફિક સર્જાય છે. ઉપરાંત ખાનગી બસો માર્ગો પર બેફામ દોડે છે. જેના કારણે રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને બેફામ દોડતી બસો સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો