માથાના દુઃખાવારૂપ ટ્રાફિક સમસ્યા:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો, લગ્નની જાન ફસાતા વરરાજાને મોટર સાયકલ પર બેસાડી બહાર કઢાયા

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંડોરણા પુલ ઉપર 8 વખત ગાબડા પડી ચુક્યા છે

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા-જાફરાબાદ પંથકને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં વર્ષોથી અનેક સમસ્યાથી વાહન ચાલકો પીડાય રહ્યા છે. આજે ફરી ટ્રાફિકજામ થતા વાહન ચાલકો રાડા રાડ કરી ગયા હતા. ટ્રકો ટ્રેલરો વાહન ચાલકો ખાનગી એમ્બ્યુલન્સ સહિત વાહનો ફસાયા હતા. રાજુલા પોલીસ દોડી આવી ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી. પરંતુ નેશનલ ઓથોરિટીના અધિકારી ઓ નહિ આવતા ભારે નારાજગી ફેલાય હતી.

હિંડોરણા પુલ વર્ષોથી જર્જરિત હાલતમાં છે રાજુલા નજીક આવેલ હિંડોરણા પુલ વર્ષો થી જર્જરિત છે. અહીં ચાલુ વાહને 8 વખત ગાબડા પડી ચુક્યા છે. છતાં હજુ રાજ્યની સરકાર કે નેશનલ ઓથોરિટી દ્વારા કોઈ ગંભીરતા લેવાય નથી સમસ્યા ઠેરની ઠેર છે. આજે પણ પુલ વચ્ચે લોખંડના સળિયા બહાર આવતા સમસ્યા ઉભી થઇ હતી.

લગ્ન પ્રસંગ જાન લઈ લોકો મોડા પહોંચ્યાહિંડોરણા ગામના સ્થાનિક લખમણભાઈ વાવડીયાએ કહ્યું હતું કે, આજે તો હદ થઈ છે એક વરરાજા વચ્ચે ફસાય જતા બાઇક પર લઈ બહાર કઢાયા અનેક જાનૈયા પોતાના વાહનો મૂકી ચાલી ને જતા મેં જોયા છે સરકાર અને તંત્ર ક્યારે ધ્યાન આપશે ? ખૂબ શરમ જનક કહેવાય ગતિશીલ ગુજરાત માટે.

અન્ય સમાચારો પણ છે...