તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:રાજુલાના માર્ગો પર કચરાના ઢગલા થતાં વેપારીઓ પરેશાન

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષ હટાવવા વેપારીઓની માંગણી

રાજુલાના જાહેર માર્ગો પર કચરાના ઢગ સર્જાયા છે. જેના કારણે વેપારીઓ પરેશાન બન્યા છે. તેમજ વાવાઝોડા દરમિયાન ધરાશાયી થયેલા તોતિંગ વૃક્ષ પણ રસ્તા ઉપર પડ્યા છે. ત્યારે શહેરમાં વરસાદ પહેલા સફાઈ અભિયાન ઉપાડવા વેપારીઓએ નગરપાલિકા પાસે માંગણી કરી હતી.

રાજુલામાં મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ગંદકી જ નજરે ચડે છે. સફાઈના અભાવે બજારોમાં દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી વેપારી આલમ તકલીફમાં મુકાઇ છે. વાવાઝોડા દરમિયાન શહેરના હોસ્પિટલ ચોકમાં સ્ટ્રીટ લાઈનો પોલ પડ્યો હતો. જે મહિના સુધી હટાવાયો ન હતો. અંતે પાલિકા અને લોકોએ તેમને હટાવી ટ્રાફિકની સમસ્યા દૂર કરી હતી. પરંતુ મસમોટા વૃક્ષના થડ હજુ સુધી માર્ગ પર જ પડ્યા છે.

આગામી દિવસોમાં શહેરમાં યોગ્ય સફાઈ નહીં કરવામાં આવે તો ભારે વરસાદ દરમિયાન કચરાના ઢગ સીધા વેપારીઓની દુકાનમાં ઘૂસી જશે. તેમજ વૃક્ષના થડથી શહેરમાં ફરી વખત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...