આવેદન:ફૂટવેરમાં જીએસટી વધારાને પરત ખેંચવા વેપારીઓની માંગ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા અને બાબરામાં વેપારીઓએ આવેદન પાઠવી રજુઆત કરી. - Divya Bhaskar
સાવરકુંડલા અને બાબરામાં વેપારીઓએ આવેદન પાઠવી રજુઆત કરી.
  • અમરેલીમાં ફુટવેર એસો.નું જિલ્લા કલેકટરને આવેદન
  • સાવરકુંડલામાં દુકાનો બંધ રાખી વેપારીઓએ વિરોધ કર્યો

ફૂટવેરમાં 5 ટકામાંથી 12 ટકા જીએસટી વસુલવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. જેના કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. ત્યારે બુટમાં જીએસટી વધારાના નિર્ણયને પરત ખેંચવા માટે અમરેલી ફુટવેર એસોસીએશને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગણી કરી હતી.અમરેલી ફુટવેર એસોસીએશને આવેદનમાં જણાવ્યું હતું 85 ટકા મજુર વર્ગના લોકો છે. મધ્યમ વર્ગના લોકો રૂપિયા 1000ની કિંમતના બુટ જીએસટી વધારાના કારણે મોંઘા થઈ જશે.

અમરેલી ફૂટવેર એસો.એ કલેકટરને આવેદન આપ્યું.
અમરેલી ફૂટવેર એસો.એ કલેકટરને આવેદન આપ્યું.

અત્યારે કાચો માલ સામાનમાં 20 થી 25 ટકાનો ભાવ વધારો થઈ ગયેલ છે. અને હવે 5 ટકા જીએસટીમાંથી 12 ટકા જીએસટી વસુલવામાં આવે છે. જેની માઠી અસર બુટના કારખાના પર પણ પડશે. અને અનેક કારીગરો બેરોજગાર બનશે.જીએસટી વધારાના કારણે વેપારીઓને પોતાનો ધંધો બંધ કરવાની સ્થિતિ આવી છે. ભાવ વધારાના કારણે લોકો બુટની ખરીદી ઓછી કરી રહ્યા છે.

જેના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે બુટમાં 12 ટકા જીએસટીની જગ્યાએ 5 ટકા જીએસટી યથાવત રાખવા અમરેલી ફુટવેર એસોસીએશને માંગણી કરી હતી. બાબરામા ચેમ્બરના મુનાભાઈ સહિત વેપારીઓએ આવેદન પાઠવ્યું હતું. તો સાવરકુંડલામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળી આવેદન પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...