તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરેલું હિંસા:તું વાંઝણી છો કહી પતિ સહિત સાસરિયાનો મહિલા પર ત્રાસ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચલાલામા રહેતા અેક મહિલાને પતિ સહિત સાસરીયાઅે તુ વાંજણી છાે કહી દુખત્રાસ ગુજારી માથાકુટ કરતા તેણે અા બારામા સાવરકુંડલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. જયારે અમરેલીના પીપળલગમા મહિલાને સાસરીયાઅે સાત વર્ષથી દુખત્રાસ ગુજારી મારકુટ કરતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે હતાે.

મુળ ચલાલા અને હાલ સાવરકુંડલામા રહેતા મુકતાબેન મુકેશભાઇ વાળા (ઉ.વ.32) નામના મહિલાઅે સાવરકુંડલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન બાદ સંતાન ન હાેવાથી તેના સાસુ દુધીબેન તેમજ સસરા ભાણજીભાઇઅે તુ વાંજણી છાે કહી મેણાટાેણા માર્યા હતા. તેમજ પતિ મુકેશભાઇઅે પણ અવારનવાર માથાકુટ કરી ત્રાસ ગુજાર્યાે હતાે. બનાવ અંગે પીઅેસઅાઇ અેચ.અેચ.સેગલીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. જયારે અમરેલીના પીપળલગમા રહેતા મનીષાબેન પંકજભાઇ ભાસ્કર (ઉ.વ.35) નામના મહિલાઅે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ પંકજભાઇ તેમજ સસરા નાનજીભાઇ અને સાસુ વિમળાબેને સાત વર્ષથી શારીરિક માનસિક દુખત્રાસ ગુજારી ગાળાે અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...