તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે લાઠીના ચાવંડ ખાતે નાવડા ચાવંડ બલ્ક પાઇપ લાઇન યાેજનાનુ ખાતમુર્હુત કરશે. 644 કરાેડના ખર્ચે અમલમા આવનારી આ યાેજનાથી સાૈરાષ્ટ્રના પાંચ જિલ્લામા પીવાનુ પાણી પુરતી માત્રામા પુરૂ પાડી શકાશે. ચાવંડ ખાતે અગાઉથી જ સાૈરાષ્ટ્રના વિવિધ વિસ્તારમા જતી પાઇપ લાઇન સાથેનાે સંપ કાર્યરત છે. હવે અહી વધુ ક્ષમતાવાળી પાઇપ લાઇનનુ કામ હાથ ધરાશે. રાજય સરકાર દ્વારા આ માટે નાવડાથી ચાવંડ સંપ સુધી રૂપિયા 644 કરાેડના ખર્ચે વધારાની માેટી પાઇપ લાઇન બીછાવવામા આવશે. આ યાેજનાનુ ખાતમુર્હુત આવતીકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામા આવશે. બપાેરે 2 કલાકે યાેજાનારા આ કાર્યક્રમમા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ખાસ હાજરી આપશે.
ચાવંડથી ધારી, બાબરા તથા સાવરકુંડલા તરફ પાઇપ લાઇન મારફત પાણી પહાેંચાડાશે.આ ઉપરાંતઆ પાઇપ લાઇનથી જુનાગઢ, પાેરબંદર, બાેટાદ અને રાજકાેટ જિલ્લામા પણ પાણી પહાેંચાડવામા આવશે. નવી પાઇપ લાઇન બીછાવાયા બાદ સાૈરાષ્ટ્રના પાંચ જિલ્લાના 1298 ગામાે અને 36 શહેરાેને પીવાના પાણીનાે લાભ મળશે. કુલ 33 લાખ વસતિને આ યાેજના હેઠળ આવરી લેવામા આવી છે. યાેજના પુર્ણ થતા ગઢડાથી ચાવંડ સેકસન ઉપરાંત બાબરા, ધારી અને સાવરકુંડલા, જુનાગઢ શહેર અને વિસાવદર, રાજકાેટ જિલ્લાનુ ગાેંડલ, જેતપુર, ઉપલેટા, ધાેરાજી અને જામકંડાેરણા તાલુકાે, પાેરબંદર જિલ્લામા રાણાવાવ, પાેરબંદર અને કુતિયાણા તાલુકાે ઉપરાંત શહેરી અને અાૈદ્યાેગિક વિસ્તારને પાણીનાે લાભ મળશે.
20 મહિનામાં યાેજના પુર્ણ કરાશે
અા યાેજનાને કાર્યાન્વિત કરવા માટે 20 માસનાે સમયગાળાે આપવામા આવ્યાે છે. જુન 2022 સુધીમા યાેજના પુર્ણ કરી દેવામા આવશે. આ માટે પાઇપ લાઇનના ઉત્પાદનની કામગીરી એજન્સી દ્વારા શરૂ કરી દેવાઇ છે. આઉપરાંત જુદાજુદા ક્રાેસીંગ માટે વિવિધ વિભાગાેમાથી લેવામા આવતી મંજુરીની કાર્યવાહી પણ કરાઇ છે.
280 MLD ક્ષમતાની 85 કિમી લાંબી લાઇન
નાવડાથી ચાવંડ સુધી 85 કિમી લાંબી પાઇપ લાઇન પાથરવામા આવશે. 280 એમએલડી ક્ષમતાની આ પાઇપ લાઇન મારફત પાણીનાે વિશાળ જથ્થાે ચાવંડ પહાેંચાડાશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.