આયોજન:આજે 232 ટીમ 25 હજાર છાત્રોને વેક્સિન આપશે

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં સવારથી જ 194 શાળાએ પહોંચશે આરોગ્યની ટીમો : તંત્રની ભય મુક્ત બની રસી લેવા છાત્રોને અપીલ

અમરેલી જિલ્લામાં આવતીકાલથી 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આરોગ્ય તંત્રએ પણ બાળકોના રસીકરણને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પ્રથમ દિવસે 194 શાળામાં 25072 વિદ્યાર્થીઓને રસી આપવાનું આયોજન કરાયું છે. આરોગ્ય તંત્રએ રસીકરણ માટે જુદા જુદા તાલુકામાં 232 ટીમ તૈયાર કરી છે.

સાથે સાથે સુપરવાઈઝરની નિમણૂંક પણ કરાય છે.કોરોના કાળમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ છે. 15 થી 18 વર્ષના કિશોરને રસી આપવાના સરકારના નિર્ણયને પગલે અમરેલી જિલ્લા વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. શાળાઓ ખુલ્લી હોવાથી આરોગ્ય તંત્ર માટે કિશોરના રસીકરણમાં ફાયદો થશે. આરોગ્ય વિભાગની ટીમો હવે ગામડા ખુદવાની જગ્યાએ સીધી શાળાએ પહોંચશે. અને 15 થી 18 વર્ષના છોત્રોનું રસીકરણ કરશે. જિલ્લા વહિવટી તંત્રના ચોપડે હાઈસ્કૂલ, કોલેજ અને આઈટીઆઈ જેવી 313 સંસ્થામાં 15 થી 18 સુધી વયમર્યાદા ધરાવાત 79653 કિશોર છે.

આવતીકાલથી અમરેલી જિલ્લામાં કિશોરના રસીકરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તંત્રએ પણ પ્રથમ દિવસે ટાર્ગેટ પ્રમાણે બાળકોનું રસીકરણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અમરેલી જિલ્લામાં આવતીકાલે 194 શાળામાં 25072 છાત્રોને વેક્સીન આપાવનું આયોજન કરાયું છે. જેના માટે 232 ટીમનું ગઠન કરાયું છે. જેમાં 267 વેક્સીનેટર, 120 સુપરવાઈઝર અને 194 પ્રિન્સીપાલને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ વહેલી સવારથી જ બાળકોના રસીકરણની કામગીરીમાં જોડાશે. આરોગ્ય તંત્રના ડો. જાટે વિદ્યાર્થીઓને ભય મુક્ત રીતે રસી લેવા માટે અપીલ કરી હતી.

ક્યા તાલુકામાં કેટલી શાળાઓમાં પ્રથમ દિવસે રસીકરણ થશે?

તાલુકોશાળાબાળકોઆરોગ્ય ટીમ
અમરેલી273,06128
બાબરા151,70816
બગસરા92,07215
ધારી192,12425
જાફરાબાદ101,61610
ખાંભા111,55514
કુંકાવાવ242,02227
લાઠી172,39627
લીલીયા999512
રાજુલા324,10030
કુંડલા213,42328

ના પાડવા છતાં અમુક શાળાએ વાલીના સમંતીપત્ર મંગાવ્યા

​​​​​​​અમરેલીમાં આવતીકાલથી શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સીનેશન થવા જઈ રહ્યું છે. તંત્રએ શાળાઓને વાલીની સમંતીપત્ર મંગાવવાની ચોખ્ખી ના પાડી દીધી છે. છતાં પણ અમરેલીમાં અમુક શાળાએ વિદ્યાર્થીઓ પાસે રસી લેવા માટે વાલીઓના સમંતીપત્રો મંગાવ્યા છે. જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કોરોનાના નવા વેરિયેન્ટની એન્ટ્રી થનાર રાજુલા તાલુકામાં સૌથી વધારે રસીકરણ કરાશે ?
રાજુલા તાલુકામાં કોરોનાના નવા વેરિયન્સ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે જેના કારણે જિલ્લા વહિવટી તંત્ર પણ સર્તક બન્યું છે. ત્યારે આવતીકાલે જિલ્લામાં સૌથી વધારે રાજુલા તાલુકામાં વધુ બાળકોના રસીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. રાજુલામાં 32 શાળામાં 4100 વિદ્યાર્થીઓને એક જ દિવસમાં વેક્સીન આપવાનું આયોજન કરાયું છે. ​​​​​

અન્ય સમાચારો પણ છે...